આ ફોટોગ્રાફ છે કે પેઇન્ટિંગ?

06 October, 2020 07:17 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

આ ફોટોગ્રાફ છે કે પેઇન્ટિંગ?

ફોટોગ્રાફ છે કે પેઇન્ટિંગ

સોશ્યલ મીડિયા પર ની યલો નામે ઓળખાતો ઑસ્ટ્રેલિયન ચિત્રકાર શૉન મૅકેન્ઝી કલર પેન્સિલ વડે એવાં પોર્ટ્રેટ રચે છે કે એ તસવીરો વ્યક્તિના ફોટોગ્રાફ જેવી જ લાગે. જોકે એ યુવાન કલાકારને એક ફોટો રિયલિસ્ટિક માસ્ટરપીસ રચવામાં ૬૦થી ૮૦ કલાક લાગે છે. શૉન ખૂબ બારીકાઈથી અને ધીરજપૂર્વક કલર પેન્સિલનાં પેઇન્ટિંગ્સ બનાવે છે. કેટલીક તસવીરો પંદરેક કલાકમાં પૂરી થાય અને કેટલીક તસવીરો માટે ૨૮૦ કલાક જેટલો સમય પણ લાગ્યો છે. શૉન યુટ્યુબ ચૅનલના માધ્યમથી ચારેક કલાકના ટ્યુટોરિયલ વિડિયોઝ દ્વારા તેના કળાકૌશલની તાલીમ અન્યોને આપે છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા પર તેના હજારો ફૉલોઅર્સ છે. જોકે શૉન તેનાં ચિત્રો વેચે છે અથવા ઑર્ડર પ્રમાણે કિંમત-કમિશન લઈને ચિત્રો બનાવે છે કે નહીં એ બાબત હજી સ્પષ્ટ થઈ નથી.

australia offbeat news hatke news international news