માલિકે પોપટની પાંખો કાપી, ડૉક્ટરે નકલી પાંખો લગાડીને ફરી ઊડતો કર્યો

29 February, 2020 07:45 AM IST  |  Australia

માલિકે પોપટની પાંખો કાપી, ડૉક્ટરે નકલી પાંખો લગાડીને ફરી ઊડતો કર્યો

પોપટ

ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં પાળેલા પોપટની પાંખો એના માલિકે કાપી નાખ્યા પછી અપંગ બનેલા પોપટને એક વેટરનરી ડૉક્ટરે પ્રોસ્થેટિક પાંખો લગાડી હતી. હાથ-પગ જેવાં પ્રોસ્થેટિક અંગો વડે માણસો કામકાજ કરતા થયા હોવાનું આપણે જાણીએ છીએ, પરંતુ  પશુ-પંખીઓ માટે આવી ઘટના ભાગ્યે જ બને છે. 

૩૧ વર્ષનાં વેટરનરી ડૉક્ટર કૅથરિન અપુલીએ જણાવ્યું હતું કે ‘વેઇ વેઇ નામના પોપટની પાંખો કાપી નાખવાને કારણે ઊડવાની ક્ષમતા ગુમાવી દેવા ઉપરાંત એ વારંવાર ગબડી પડતો હતો અને એની પીડા અસહ્ય બની હતી. પાળેલાં પક્ષીઓ ઘરમાં ઊડીને છત અથવા દીવાલ સાથે અથડાઈને ઇજા ન પામે એ માટે એની પાંખો ચોંટાડી દેવામાં આવે છે અને ક્યારેક થોડી કાપી નાખવામાં આવે છે. જોકે એને કારણે પંખીઓની માનસિક અને શારીરિક પીડા વધી જાય છે. એ બાબત તરફ માલિકો ધ્યાન આપતા નથી.’

australia offbeat news hatke news