મગરના ચામડામાંથી બનેલી 13 લાખની બૅગ ખરીદ્યા પછી જાતે જ નષ્ટ કરવી પડી

06 September, 2020 07:32 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

મગરના ચામડામાંથી બનેલી 13 લાખની બૅગ ખરીદ્યા પછી જાતે જ નષ્ટ કરવી પડી

મગરના ચામડામાંથી બનેલી 13 લાખની લક્ઝરી બૅગ

ઑસ્ટ્રેલિયામાં એક મહિલાએ પોતાને માટે ૧૯,૦૦૦ ડૉલર (લગભગ ૧૩ લાખ રૂપિયા)ની ઇમ્પોર્ટેડ લક્ઝરી બૅગ મગાવી હતી, પણ કંઈક એવું થયું કે અધધધ પૈસા આપીને ખરીદેલી બૅગ જાતે જ નષ્ટ કરી દેવી પડી હતી.

વાસ્તવમાં આ બૅગ મગરમચ્છના ચામડામાંથી બનેલી છે જેને આયાત કરવા માટે એક વિશેષ પ્રકારની પરમિટ મેળવવી પડે છે, માત્ર ૭૦ ડૉલર એટલે કે ૫૦૦૦ રૂપિયા મળતી આ પરમિશન આ બૅગની આયાત કરનારી મહિલાએ નહોતી મેળવી એને પરિણામે તેણે ખૂબ દિલથી મગાવેલી બૅગનો નાશ કરવો પડ્યો હતો.

ફ્રાન્સના સેન્ટ લૉરેન બુટિકમાંથી મગાવેલું પર્સ બૉર્ડર ફોર્સના જવાનોએ પર્થમાં જપ્ત કર્યું હતું, જેની પાછળનો મૂળ ઉદ્દેશ વન્ય જીવોનો ગેરકાયદે વેપાર રોકવાનું હતું. ફ્રાન્સની બૅગ મોકલનાર કંપનીએ એક્સપોર્ટ પરમિટની વ્યવસ્થા કરી હતી, પરંતુ ઑસ્ટ્રેલિયાની કંપનીએ પરમિટ માટે અરજી કરી નહોતી. લુપ્ત થતી જતી પ્રજાતિઓને બચાવીને તેમનો ગેરકાયદે વેપાર રોકવા માટે આમ પરમિટને ફરજિયાત બનાવાઈ છે. ઑસ્ટ્રેલિયામાં વન્ય જીવોના વેપાર કરવા બદલ ૧૦ વર્ષની જેલની સજા અથવા એક કરોડ રૂપિયાનો દંડ થાય છે.

australia offbeat news hatke news international news