હેડફોન કાનમાં નાખતાં ગલગલિયાં થતાં હતાં, અંદર જોયું તો મોટો કરોળિયો હતો

16 October, 2020 10:24 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

હેડફોન કાનમાં નાખતાં ગલગલિયાં થતાં હતાં, અંદર જોયું તો મોટો કરોળિયો હતો

હેડફોનની અંદરના ભાગમાંથી હન્ટ્સમૅન સ્પાઇડર નીકળ્યો

ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં રહેતો ઓલી થર્સ્ટ નામનો પ્લમ્બર મ્યુઝિક કે અન્ય રેકૉર્ડિંગ્સ સાંભળવા માટે જે હેડફોનનો ઉપયોગ કરતો હતો એ હેડફોન જ્યારે કાન પર લગાવે ત્યારે એમાંથી કંઈક ગલગલિયાં કરતું હોય એવું લાગતું હતું. ઓલીને વારંવાર એવો અનુભવ થતાં તેણે તપાસ કરી તો હેડફોનની અંદરના ભાગમાંથી હન્ટ્સમૅન સ્પાઇડર નીકળ્યો હતો. કરોળિયાના અનેક પ્રકારોમાંથી હન્ટ્સમૅન મોટા કદના હોય છે. કેટલાક કરોળિયા ઝેરી પણ હોય છે, પરંતુ હન્ટ્સમૅન સ્પાઇડર્સ માનવીઓને ડંખ મારતા કે બીજું કોઈ નુકસાન કરતા નથી. ઓલીભાઈએ પોતાના હેડફોનમાંથી હન્ટ્સમૅન સ્પાઇડર નીકળ્યો એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. વાઇરલ થયેલા આ વિડિયોને જોઈને લોકોએ ડર અને આશ્ચર્યના ભાવ વ્યક્ત કર્યા હતા.

australia offbeat news hatke news international news