હવે ઍન્ટિ-વાઇરસ ઇડલી અને સમોસાં આવી ગયા છે

06 November, 2020 07:47 AM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

હવે ઍન્ટિ-વાઇરસ ઇડલી અને સમોસાં આવી ગયા છે

ઍન્ટિ વાઇરસ ટિફિન સેન્ટર

જ્યારથી કોરોનાકાળ પછીનું ન્યુ નૉર્મલ શરૂ થયું છે ત્યારથી બધે જ વાઇરસથી મુક્ત, ઇમ્યુનિટી વર્ધક તેમ જ અને હેલ્ધી ટૅગવાળી ચીજોની બોલબાલા વધી ગઈ છે. એમાં વધુ એક ચીજનો ઉમેરો ઓડિશાના બહેરામપુરમાં થયો છે. અહીંનું એક ટિફિન સેન્ટર નેટિઝન્સમાં મશહૂર થઈ ગયું છે, કારણ કે આ ઇટરી કહો કે ઢાબા કહો કે ટિફિન સેન્ટર કહો એનું નામ ‘ઍન્ટિ વાઇરસ’ છે. એમાં મળે છે ઍન્ટિ-વાઇરસ ઇડલી અને ઍન્ટિ વાઇરસ સમોસાં. જોકે કરમની કઠણાઈ એ છે કે આ ઢાબામાં કામ કરતા રસોઈયાઓ અને પીરસણિયાઓ માસ્ક અને ગ્લવ્ઝ વગર કામ કરતા દેખાય છે. એ તસવીરો જોઈને લોકોએ રમૂજી ટીકા-ટિપ્પણીઓ કરી છે. જેમ કે ‘આ રીતે વાઇરસ દૂર રહે?’ કોઈએ કહ્યું કે ‘ઍન્ટિ વાઇરસ નામ પૂરતું છે.’ રોગચાળામાં અનેક પ્રયોગ કરીને હોટેલ તથા બીજા ધંધા કરનારાઓએ ઘણું માર્કેટિંગ કર્યું. મદુરાઈની હોટેલમાં માસ્કના આકારનાં પરોઠાં, મૉસ્કોમાં કોરોના કૉકટેલ અને વિયેટનામમાં કોરોના વાઇરસના આકારનાં બર્ગર વગેરે પીરસાઈ રહ્યાં છે. બહેરામપુરના ‘ઍન્ટિ વાઇરસ’ ઢાબાની બહાર ઇડલી, ઢોસા, સમોસાં, આલુ ચાપ, પકોડી, વડાં, ઉપમા વગેરેની ડિલિવરી લેવા માટે લાઇન લાગે છે. 

odisha offbeat news hatke news national news