બાળકો પાસે ઇન્ટરનેટ નથી એટલે આ ટીનેજર ઝાડ નીચે બેસીને ભણાવે છે બાળકોને

16 July, 2020 07:44 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

બાળકો પાસે ઇન્ટરનેટ નથી એટલે આ ટીનેજર ઝાડ નીચે બેસીને ભણાવે છે બાળકોને

આ ટીનેજર ઝાડ નીચે બેસીને ભણાવે છે બાળકોને

લૉકડાઉનમાં ઑનલાઇન ક્લાસિસનું મહત્વ વધ્યું છે. પરંતુ મોટા દેશોના કેટલાક પ્રાંતો અને કેટલાક દેશોમાં ગરીબી અને સાધનોનો અભાવ એટલો બધો છે કે તેમને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી. એમાં ઇન્ટરનેટનો સમાવેશ છે. દક્ષિણ અમેરિકાના ગ્વાયાન્ક્વિલ પ્રાંતના ઉત્તર ભાગમાં ઇન્ટરનેટની સુવિધા વગરનાં કેટલાંક ગામો, શહેરો અને વસાહતો છે. એવી એક વસાહતમાં ૧૬ વર્ષની છોકરી ડેનિસ તોઆલા નાનાં બાળકોને ભણાવવામાં મદદરૂપ થાય છે. ડેનિસ પોતાના મોબાઇલ ફોન પર જુદી-જુદી સ્કૂલોની વેબસાઇટ્સ પર અલગ-અલગ ધોરણોના વિદ્યાર્થીઓને શું હોમવર્ક આપ્યું છે અને એમાંથી કેટલું હોમવર્ક એ વિદ્યાર્થીઓ જાતે કરી નહીં શકે એનો અંદાજ મેળવે છે. ત્યાર પછી ડેનિસ એ કમ્પ્યુટર-ઇન્ટરનેટ વગરના ચાલીસેક વિદ્યાર્થીઓને ઝાડના છાંયડામાં બેસાડીને તેમનું હોમવર્ક કરાવે-ભણાવે છે. એ જગ્યા પર ડેનિસે બ્લૅકબોર્ડ, એજ્યુકેશનલ પોસ્ટર્સ અને સ્વાગત તથા શિક્ષણનાં મહત્ત્વનાં સૂત્રોનાં લખાણો પણ છે.

આ પણ વાંચો : આ યુવક 48 દિવસ સાઇકલ ચલાવીને સ્કૉટલૅન્ડથી ગ્રીસ પહોંચ્યો

યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ (યુનિસેફ)ની ઇક્વેડોરની ઑફિસે ગયા મે મહિનામાં જણાવ્યું હતું કે એ દેશનાં ૩૭ ટકા ઘરોમાં ઇન્ટરનેટ નહીં હોવાથી ૧૦માંથી ૬ બાળકો ડિજિટલ પ્લૅટફૉર્મ પર અભ્યાસ કરી શકતાં નથી.

united states of america offbeat news hatke news