સ્કૂલમાં પાળેલા પોપટે કેક અને બીજા નાસ્તા સાથે 70મો જન્મદિવસ ઊજવ્યો

08 November, 2019 11:00 AM IST  |  America

સ્કૂલમાં પાળેલા પોપટે કેક અને બીજા નાસ્તા સાથે 70મો જન્મદિવસ ઊજવ્યો

પોપટ

અમેરિકાના જર્સી સિટીના પરાં સેન્ટ હેલિયરની રૌજ બૌલીન સ્કૂલમાં પાળેલા સિમ નામના એક પોપટે તાજેતરમાં ૭૦મો જન્મદિવસ ઊજવ્યો હતો. ૧૯૮૮થી રંગબેરંગી ઇતિહાસ ધરાવતો એ પોપટ સ્કૂલમાં આવતાં પહેલાં એક ટૉય શૉપમાં રહેતો હતો. એ ટૉય શૉપ બંધ થતાં ૧૯૯૧માં પોપટ સ્કૂલમાં આવ્યો હતો.

સ્કૂલનાં એક છાપરાં પર આગ લાગી ત્યારે પોપટ આબાદ બચી ગયો હતો. સ્કૂલના વિદ્યાર્થીઓ એને ખવડાવવા અને પીવાનાં પાણી તેમ જ એનું પિંજરું સાફ કરવા જેવી જવાબદારીઓ નિભાવે છે. એ વિદ્યાર્થીઓએ પોપટનો ૭૦મો જન્મદિન ઊજવ્યો હતો. પિંજરામાં અને આસપાસ પોપટને શોભે એવી સજાવટ કરવામાં આવી હતી. બાળકો અને પોપટ બન્નેને ખાવામાં જલસો પડે એવો કેક અને નાસ્તો લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : જીવતો કરચલો કાઢવાની ગેમ મૂકવા બદલ સિંગાપોરના રેસ્ટોરાં પર પ્રાણીપ્રેમીઓની તવાઈ

સામાન્ય રીતે પોપટની આવરદા પચાસ વર્ષની હોય છે, પરંતુ આ પોપટ ૭૦ વર્ષનો થયો. સ્કૂલમાં નવા દાખલ થતા વિદ્યાર્થીઓને આ પોપટ સાથે દોસ્તી કરાવાતાં અજાણ્યા હોવાનો અહેસાસ ઝડપથી દૂર થાય છે.

united states of america new jersey offbeat news hatke news