જીવતો કરચલો કાઢવાની ગેમ મૂકવા બદલ સિંગાપોરના રેસ્ટોરાં પર પ્રાણીપ્રેમીઓની તવાઈ

Published: Nov 08, 2019, 10:53 IST | Singapore

સિંગાપોરના એક સી-ફૂડ રેસ્ટોરાંના વાઇરલ થયેલા એક વિડિયોએ એના પર ટીકાઓનો વરસાદ વરસાવ્યો છે.

જીવતો કરચલો કાઢવાની ગેમ
જીવતો કરચલો કાઢવાની ગેમ

સિંગાપોરના એક સી-ફૂડ રેસ્ટોરાંના વાઇરલ થયેલા એક વિડિયોએ એના પર ટીકાઓનો વરસાદ વરસાવ્યો છે. પાંચ ડૉલર એટલે કે આશરે ૩૫૫ રૂપિયામાં ક્લૉ મશીનમાંથી રેસ્ટોરાંના ગ્રાહકોને જીવતો કરચલો કાઢવાની તક આપતા આ વિડિયોને સામાન્ય જનતા ઉપરાંત સોસાયટી ફૉર ધી પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ ઍનિમલ્સ (એસપીસીએ) દ્વારા પણ વખોડી કાઢવામાં આવ્યો હતો.

હાઉસ ઑફ સી-ફૂડના ચીફ એક્ઝિક્યુટિવ ફ્રાન્સિસ એનજીએ ફેસબુક પર એવો દાવો કર્યો હતો કે આ ક્લૉ મશીન વાસ્તવમાં બાળકોને દરિયાઈ જીવન વિશે માહિતી આપવા માટે બનાવાયું હતું. જોકે ટીકાકારોએ કહ્યું હતું કે આ મશીન દરિયાઈ જીવોને અકારણ હાનિ પહોંચાડવા ઉપરાંત લોકોમાં એવો સંદેશ ફેલાવે છે કે કરચલા કે અન્ય દરિયાઈ જીવો રમતમાં જીતવાની ચીજ છે. ક્લૉ મશીનને મળેલી નકારાત્મક પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખી હાઉસ ઑફ સી-ફૂડે તેના તમામ રેસ્ટોરાંમાંથી ક્લૉ મશીનને હંગામી ધોરણે હટાવવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : પહેલા લગ્ન નિષ્ફળ જતાં આ બહેને ત્રણ પુરુષો સાથે લગ્ન કર્યાં

રેસ્ટોરાંની ઑફર મુજબ તેના ગ્રાહકોને પાંચ ડૉલરમાં ક્લૉ મશીનમાંથી જીવતો કરચલો કાઢવાની તક આપી રહી હતી અને જે ગ્રાહક ૫૦૦થી ૮૦૦ ગ્રામ વજનનો કરચલો કાઢી શકે તેને રેસ્ટોરાં એ મફતમાં રાંધી આપશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK