17 હોટેલોના માલિકે જસ્ટ મજા મેળવવા માટે ઍરપોર્ટ પર બેગ કરી ચોરી

29 August, 2019 04:46 PM IST  |  અમેરિકા

17 હોટેલોના માલિકે જસ્ટ મજા મેળવવા માટે ઍરપોર્ટ પર બેગ કરી ચોરી

દિનેશ ચાવલા

અમેરિકાના એક ઍરપોર્ટ પર સૂટકેસની ચોરીના આરોપસર ભારતીય મૂળના એક બિઝનેસમૅનની પોલીસે ધરપકડ કરી હતી. વાત એમ છે કે દિનેશ ચાવલા નામના આ ભાઈ અમેરિકામાં૧૭ હોટેલોના માલિક છે અને કરોડોની નેટવર્થ ધરાવે છે. એમ છતાં ૧૮ ઑગસ્ટે તેમણે ઍરપોર્ટ પરથી એક બૅગ ઉઠાવીને પોતાની કારમાં મૂકી દીધી હતી. આ ઘટનાનો સીસીટીવીમાં પકડાઈ હતી જેના આધારે તેમને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી એ સૂટકેસ પણ પોલીસે મેળવી છે. એમાં લગભગ ૪૦૦૦ ડૉલર એટલે કે ૨.૮૫ લાખની ‌કિંમતનો સામાન છે.

આ પણ વાંચો : આ કપલને ખેતરમાંથી મળ્યા પૌરાણિક 2600 સિક્કા

પોલીસની પૂછતાછમાં દિનેશ ચાવલાએ પણ સ્વીકાર્યું હતું કે તેણે એ બૅગ ઉઠાવી લીધી હતી. અને એ માટે કોઈ કારણ નહોતું, પણ બસ મજા અને સસ્પેન્સ માટે આવું કર્યું હતું. તેમણે સ્વીકાર્યું હતું કે કોઈનો સામાન ચોરવાનું ખોટું છે, પણ તેમને આવું કરવામાં મજા આવે છે એટલે તેમણે આમ કરેલું. અત્યારે તો સાડા ત્રણ લાખ રૂપિયાની જમાનત ભરીને તેઓ જેલમાંથી છૂટી ગયા છે, પણ હજી કેસ કોર્ટમાં ચાલશે.

offbeat news hatke news