મેટલ ડિટેક્ટરની મદદથી હાઇકરની વેડિંગ રિન્ગ શોધી

01 December, 2019 10:35 AM IST  |  America

મેટલ ડિટેક્ટરની મદદથી હાઇકરની વેડિંગ રિન્ગ શોધી

મેટલ ડિટેક્ટરની મદદથી હાઇકરની વેડિંગ રિન્ગ શોધી

અમેરિકાના મૅસેચુસેટ્સના રહેવાસી બે હાઇકર્સ ન્યુ હૅમ્પશર સ્ટેટના પર્વત પર ચડતા હતા ત્યારે તેમની પાસે મેટલ ડિટેક્ટર હતું. એ મેટલ ડિટેક્ટરને કારણે એ બન્નેને અગાઉના કોઈ પર્વતારોહકની લગ્નની વીંટી મળી હતી. અમેરિકાના મૅસેચુસેટ્સના રહેવાસી બિલ ગિગુરેએ ન્યુ હૅમ્પશરના પર્વત માન્ટ હૅન્કૉક પર ચડતી વખતે તેની વેડિંગ રિન્ગ ખોવાઈ ગઈ હોવાનું સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો : એક મકાઈના છોડ પર 28 ડૂંડાં

એ પોસ્ટ ટૉમ ગેટલીએ વાંચી હતી. ગેટલી મેટલ ડિટેક્ટર અને તેના મિત્ર અને હાઇકિંગના શોખીન બ્રેન્ડન ચીવરને સાથે લઈને માઉન્ટ હૅન્કૉક જવા નીકળ્યા હતા. તેમને વીંટી ક્યાં પડી હોઈ શકે એનો અંદાજ બિલ ગિગુરેએ આપ્યો હતો. દસેક કિલોમીટરના પર્વતારોહણ બાદ તેમને મેટલ ડિટેક્ટરને કારણે બરફમાં છુપાયેલી વીંટી મળી ગળ હતી.

united states of america offbeat news hatke news