એક મકાઈના છોડ પર 28 ડૂંડાં

Published: Dec 01, 2019, 10:23 IST | New Jersey

અમેરિકાના ન્યુ જર્સીમાં ડેપ્ટફૉર્ડ ટાઉનમાં રહેતા મૅટ જૅકોવેલીના ગાર્ડનમાં એક મકાઈનો છોડ ઊગ્યો છે જેની પર રેકૉર્ડબ્રેક ડૂંડાં ઊગ્યાં છે.

એક મકાઈના છોડ પર 28 ડૂંડાં
એક મકાઈના છોડ પર 28 ડૂંડાં

અમેરિકાના ન્યુ જર્સીમાં ડેપ્ટફૉર્ડ ટાઉનમાં રહેતા મૅટ જૅકોવેલીના ગાર્ડનમાં એક મકાઈનો છોડ ઊગ્યો છે જેની પર રેકૉર્ડબ્રેક ડૂંડાં ઊગ્યાં છે. સામાન્ય રીતે એક સ્ટેમ પર બેથી ત્રણ ડૂંડાં હોય. અનયુઝવલ કેસમાં આ પહેલાં આયોવાના સ્વીડીસબર્ગ ટાઉનમાં ૧૬ ડૂંડાં ઊગ્યાંનો રેકૉર્ડ નોંધાયો છે. જોકે મૅટ જૅકોવેલીના ખેતરમાં ઊગેલો મકાઈનો છોડ આ આંકડાને પાર કરી ગયો છે. અહીં એક સ્ટેમ પર ૨૮ ડૂંડાં ઊગ્યાં છે જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ચા પીધા વિના પોલીસ દળના આ લાડકા અશ્વની સવાર નથી પડતી

નવાઈની વાત એ છે કે આ મકાઈ તેમણે ખુદ ઉગાડી પણ નથી. તેઓ જસ્ટ ખિસકોલીઓને મકાઈના દાણા ખવડાવી રહ્યા હતા અને ખાતાં-ખાતાં ખિસકોલીઓ અહીં-તહીં દાણા ફેંકી આવતી હતી. આવા જ મકાઈના દાણામાંથી ઊગેલો છોડ રેકૉર્ડબ્રેક ડૂંડાં ધરાવતો થયો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK