શુભ મંગલ સાવધાન: PPE કિટ પહેરીને દુલ્હનનો કર્યો મેકઅપ, વાંચો આખી ઘટના

04 June, 2020 11:20 AM IST  |  Agra | Gujarati Mid-day Online Correspondent

શુભ મંગલ સાવધાન: PPE કિટ પહેરીને દુલ્હનનો કર્યો મેકઅપ, વાંચો આખી ઘટના

મેકઅપ આર્ટિસ્ટે પીપીઈ કિટ પહેરીને કર્યો દુલ્હનને મેકઅપ

આખા દેશમાં કોરોના વાઈરસનો ભય દેખાઈ રહ્યો છે અને આ ચેપી વાઈરસથી સંક્રમિત દર્દીનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આ વાઈરસથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. એવામાં મે મહિનાનો લગ્નગાળો પણ પૂરો થઈ ગયો છે. એવામાં લોકો માસ્ક પહેરીને પણ લગ્ન કરી રહ્યા છે. પણ આગ્રાનો એક મામલો સામે આવ્યો છે.

પીપીઈ કિટ પહેરીને કોરોના સંક્રમિત દર્દીનો ઈલાજ કરતા ડૉક્ટરને તો તમે જોયા જ હશે, પરંતુ પીપીઈ કિટ પહેરીને મેકઅપ આર્ટિસ્ટે દુલ્હનનો શ્રૃંગાર કર્યો છે. આ વાત હજમ થાય એવી નથી. પણ આ વાત સાચી છે. આવી ઘટના આગ્રામાં થઈછે. કોરોના વાઈરસથી બચવા માટે મેકઅપ આર્ટિસ્ટે પીપીઈ કિટ પહેરીને દુલ્હનનો શ્રૃંગાર કર્યો છે.

સૌથી પહેલા દુલ્હનને સેનિટાઈઝ કરવામાં આવી. પછી આ આર્ટિસ્ટે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) કિટ પહેરી. માસ્ક, ગ્લવ્ઝ પહેરીને પછી મેકઅપ કર્યો. આ બધુ કોરોના વાઈરસથી બચવા માટે કર્યું હતું. કોવિડ-19ના આતંક વચ્ચે મેકઅપ આર્ટિસ્ટે દુલ્હનને શ્રૃંગાર કરવાની નવી તરકીબ અપનાવી. શ્રૃંગાર દરમિયાન દુલ્હનની સુરક્ષાનું પૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

મેકઅપ આર્ટિસ્ટ સ્વાતિ ભાટિયા જણાવ્યું કે મંડી નિવાસી એક યુવતીના લગ્ન છે, જેનું મેકઅપ કરવાનું હતું. તેમને બ્યુટી પાર્લરમાં બોલાવવામાં આવ્યા ન હતા, તેના બદલે તેમને તેમના ઘરે બોલાવવામાં આવ્યા હતા, અન્ય યુવતીઓનો પણ મેકઅપ કર્યો પરંતુ એક પછી એક કરીને બધાના મેકઅપ કર્યા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવે.

આ પણ વાંચો : ઢૂંઢતે રહે જાઓગે, ચલો શોધી બતાવો આ તસવીરમાં ક્યાં છે ગરોળી

મેકઅપ આર્ટિસ્ટે જણાવ્યું કે પીપીઈ કિટ અને માસ્ક એટલે પહેર્યું જેથી સંક્રમણનો ડર નહીં રહે. દુલ્હનના મેકઅપ બાદ એણે પણ માસ્ક પહેરી લીધો. નૉર્થ ઈદગાહ નિવાસી સ્વાતિ ભાટિયાનું કહેવું છે કે કોરોનાથી બચાવ પણ કરવું છે અને લગ્નમાં મેકઅપ પણ જરૂરી છે. એવામાં પીપીઈ કિટ, માસ્ક, ગ્લવ્ઝનો પણ ઉપયોગ જરૂરી છે.

તમને જણાવી દઈએ કે કોરોના વાઈરસ વચ્ચે સરકારે લગ્નની છૂટ આપી દીધી છે. લગ્નમાં સામેલ થવા માટે 50 લોકોની જ અનુમતિ આપવામાં આવી છે. પરંતુ સંક્રમણથી સુરક્ષા સાથે દુલ્હનની આ શ્રૃંગાર કરવાની રીત શહેરમાં ઘણી ચર્ચિત છે.

agra offbeat news hatke news national news coronavirus covid19 lockdown