બે હંસોના જોડાને નૅપી પહેરાવીને આ ભાઈ પબમાં પર ફરવા લઈ જાય છે

20 October, 2020 07:37 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બે હંસોના જોડાને નૅપી પહેરાવીને આ ભાઈ પબમાં પર ફરવા લઈ જાય છે

હંસોની જોડી

ડૉગી અને કૅટ પાળનારાઓ ચાલવા જતી વખતે, પોતાની ઑફિસમાં કે ઇવન જમવા જતી વખતે રેસ્ટોરાંમાં સાથે લઈ જાય એવું બને, પણ કોઈ પંખીને પાળે ત્યારે એવું સંભવ નથી. જોકે સ્વેન કિર્બી નામના ૩૪ વર્ષના ભાઈએ બે હંસ પાળ્યા છે. જૂન મહિનામાં આ પંખીઓ જસ્ટ પાંચ દિવસના હતા ત્યારે તેણે ખરીદ્યા હતા.

હંસનો ઉછેર તેણે ખૂબ મમતાથી કર્યો છે અને નૉર્બેટ અને બીપ બીપ નામ પાડ્યાં છે. તે રોજ સવારે ચાલવા જાય ત્યારે આ હંસો પણ તેની આજુબાજુમાં લટકમટક કરીને નીકળી પડે છે. અત્યાર સુધી તો તે મોટા ભાગનો સમય ઘરમાં જ રહેતો હતો એટલે હંસ પણ તેના ઘર અને આંગણામાં છુટ્ટા ફરતા રહેતા, પણ હવે તેણે બહાર ફરવાનું શરૂ કર્યું છે. તે જ્યારે પબ કે રેસ્ટોરાંમાં જાય ત્યારે હંસલાઓને લઈ જાય છે. આ પંખીઓ ગમે ત્યાં ચરકીને ગંદુ ન કરે એ માટે ખાસ નૅપી તૈયાર કરાવી છે. નૅપી પહેરીને પબમાં સ્વેનની સાથે ફરતા આ પંખીઓ સ્થાનિકોમાં પણ ઘણા પ્રિય થઈ પડ્યા છે.

london united kingdom offbeat news hatke news international news