ચ્યુઇંગ ગમના કચરામાંથી મિનિએચર પેઇન્ટિંગ્સ બનાવે છે આ આર્ટિસ્ટ

12 February, 2020 07:46 AM IST  |  London

ચ્યુઇંગ ગમના કચરામાંથી મિનિએચર પેઇન્ટિંગ્સ બનાવે છે આ આર્ટિસ્ટ

ચ્યુઇંગ ગમ આર્ટિસ્ટ

લંડનની થેમ્સ નદીની ઉપરના ફુટબ્રિજ પર આડો પડેલો બેન વિલ્સન સ્ટીલ સ્ટ્રક્ચર પર ચોંટાડેલી ચ્યુઇંગ ગમ્સના આર્ટવર્કની નવી કલ્પનાઓ કરે છે. ૫૭ વર્ષનો ઇંગ્લિશમૅન બેન વિલ્સન લંડનમાં ફરીને રસ્તે પડેલી કે ક્યાંક ફેંકી દેવાયેલી ચ્યુઇંગ ગમ ભેગી કરીને એને કલાકૃતિઓના રૂપમાં ગોઠવવામાં અને રીપેઇન્ટ કરવામાં વ્યસ્ત હોય છે.

બેન વિલ્સન ૧૫ વર્ષથી આ પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. આ કાર્યને એ હૉબી નહીં, પણ રીસાઇક્લિંગની અને ગંભીર કલાપ્રવૃત્તિ ગણે છે. બેન વિલ્સન કચરામાંથી કલાકીય નિર્માણની પ્રવૃત્તિ સભાનપણે કરે છે.

નાના સિક્કાથી સહેજ મોટા કદની અને ક્યારેક મોટી કલાકૃતિઓ સેન્ટ પૉલ્સ કૅથેડ્રલ પાસેના મિલેનિયમ બ્રિજ પર અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. ધ્યાનથી ન જોવાય તો લોકો સારી કૃતિ જોવાનું ચૂકી જાય એમ છે.

આ પણ વાંચો : વરસાદના 1 ટીપામાંથી 100 LED બલ્બ પેટાવી શકાય એવા જનરેટરની શોધ થઈ

તારીખ સહિત સાઇન કરેલાં ચ્યુઇંગ ગમનાં ડ્રૉઇંગ્સ કરતાં પહેલાં બેન વિલ્સન કાષ્ઠશિલ્પોનું સર્જન કરતો હતો. આ ચ્યુઇંગ ગમ મૅને ગલીઓ-રસ્તાના કિનારા અને શહેરના અન્ય ભાગોમાં ચ્યુઇંગ ગમ ચોંટાડીને અનોખાં ચિત્ર સર્જન કર્યાં છે.

london offbeat news hatke news international news