એક વ્યક્તિએ પોતાના ઘરને ઑટોમાં ફેરવ્યુ, આનંદ મહિન્દ્રાએ કર્યા વખાણ

27 February, 2021 03:05 PM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

એક વ્યક્તિએ પોતાના ઘરને ઑટોમાં ફેરવ્યુ, આનંદ મહિન્દ્રાએ કર્યા વખાણ

ચાલતું-ફરતું ઘર

Mahindra and Mahindra ગ્રુપના ચૅરમેન આનંદ મહિન્દ્રા હંમેશા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે. આનંદ મહિન્દ્રા એવા લોકોને વધારે પ્રમોટ કરે છે, જે ઓછા સંસાધનોમાં પણ અપેક્ષા કરતા વધારે કરીને બતાવે છે. હાલ તેમણે એવી જ પોસ્ટ પોતાના ટ્વિટર હેન્ડલ પર શૅર કરી છે, જે આશ્ચર્યજનક છે. હકીકતમાં આનંદ મહિન્દ્રાએ એક પોસ્ટ શૅર કરી છે, જેમાં એક વ્યક્તિ પોતાની ઑટો-રિક્ષાને એક આલીશાન ઘરમાં બદલી નાખે છે.

હકીકતમાં ચેન્નઈમાં રહેતા આ વ્યક્તિનું નામ અરૂણ પ્રભુ છે અને તેમણે પોતાની ઑટોને એક ઘરમાં તબ્દીલ કરી દીધું છે, જેમાં સામાન્ય ઘર જેવી બધી સુખ સુવિધાઓ છે. આ ઘરમાં ઘણી સ્પેસ છે, વેન્ટિલેશનની વ્યવસ્થા પણ છે, તેમાં બારીઓ અને દરવાજા સાથે થત અને કપડાં સૂકવવાની પણ વ્યવસ્થા છે. આ એક મોબાઈલ ઘર છે. આનંદ મહિન્દ્રાએ જે પોસ્ટ શૅર કરી છે, એમાં બતાવવામાં આવ્યું છે કે અરૂણ પ્રભુ નામના આ વ્યક્તિએ આ ઘર ફક્ત 1 લાખ રૂપિયાના ખર્ચમાં તૈયાર કર્યું છે. આ ઘરને ગમે ત્યાં લઈ જઈ શકાય છે.

એટલું જ નહીં પરંતુ આ ઘરની છત પર અરૂણે સોલાર પેનલ્સ પણ લગાવ્યા છે અને દેખીતી રીતે કેટલીક બેટરીઝ પણ રાખી છે, જેને આ મોબાઈલ ઘરમાં વિજળીની આપૂર્તિ કરવામાં આવી શકે, તે પણ વીજળીનું કનેક્શન લીધા વગર. આનો અર્થ એ છે કે આ ઘરમાં તમને દરેક તે સુવિધા મળશે, જે સામાન્ય ઘરોમાં હાજર છે. જાણકારી અનુસાર આ ઘરમાં પાણી સ્ટોર કરવાની સુવિધા પણ છે, જેનાંથી પાણીની આપૂર્તિ પણ કરવામાં આવી શકે.

આનંદ મહિન્દ્રાએ પોસ્ટ શૅર કરતા લખ્યું કે, 'અરૂણે આ ડેમોન્સ્ટ્રેશન દ્વારા ઓછી જગ્યાની પાવર બતાવી છે, જે કોરોના કાળ બાદ પણ ફરવાના શોખીન લોકો માટે એક મોટો ટ્રેન્ડ સાબિત થઈ શકે છે. તેમણે આગળ કહ્યું તે જો અરૂણ બોલેરો પિકઅપના ટૉપ પર આવું કંઈક બનાવી શકે છે, તો તેમને ખુશી મળશે. એના માટે તેમણે લોકો સાથે જોડાવાની વાત પણ કરી છે.'

chennai offbeat news hatke news national news