૧૧ ફુટ ઊંચો કેચઅપનો ટાવર બન્યો યુએઇમાં

30 August, 2019 09:30 AM IST  |  અબુધાબી

૧૧ ફુટ ઊંચો કેચઅપનો ટાવર બન્યો યુએઇમાં

૧૧ ફુટ ઊંચો કેચઅપનો ટાવર બન્યો યુએઇમાં

યુનાઇટેડ આરબ ઍમિરેટ્સમાં અબુધાબીના એક ગ્રોસરી સ્ટોરમાં વિશ્વનો સૌથી ઊંચો કેચ-અપ ટાવર બનાવવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. આ માટે સ્ટોરે ૮૮૩ બૉટલોને કેચઅપની બૉટલના શેપમાં ગોઠવીને લગભગ ૧૧ ફુટ ઊંચો ટાવર બનાવ્યો હતો. એક કેચઅપ બ્રૅન્ડે સ્થાનિક સુપરસ્ટોર સાથે ટાઇઅપ કરીને આ રેકૉર્ડ બનાવ્યો હતો. એ માટે બાવન વૉલન્ટિયર્સે ૪૮ કલાક સુધી મહેનત કરીને આ બૉટલોનો ટાવર બનાવ્યો હતો. આ ટાવરની નાની પ્રતિકૃતિઓ સુપરસ્ટોરના બીજા લોકેશન્સ પર પણ મૂકવામાં આવી હતી.

આ પણ જુઓઃ મળો અપકમિંગ ગુજરાતી ફિલ્મ ચીલઝડપની 'રીચા' અને 'વિદ્યા'ને...

united arab emirates offbeat news hatke news