એક કારની ડિકીમાં ત્રણથી ચાર સોફાની સવારી

21 October, 2019 08:58 AM IST  |  સ્કૉટલૅન્ડ

એક કારની ડિકીમાં ત્રણથી ચાર સોફાની સવારી

જુઓ આ ભાઈની કરામત..

કદાચ ભારત કે ચીનમાં પણ જે દૃશ્ય ભાગ્યે જ જોવા મળે એવું સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરમાં ટ્રાફિક પોલીસને જોવા મળ્યું. એક ભાઈ કારની પાછળની ડિકીમાં સોફા મૂકીને જઈ રહ્યા હતા. ડિકી ખૂલ્લી હતી અને એમાં ત્રણથી ચાર સોફા એક પર એક ગોઠવીને એને બાંધી દેવામાં આવ્યા હતા. ૪૯ વર્ષનો ડ્રાઇવર પોતાના ઘરનું શિફ્ટિંગ કરી રહ્યા હતો ત્યારે ટ્રાન્સપોર્ટના પૈસા બચાવા માટે આ કરતબ કરી રહ્યો હતો. જોકે પોલીસે તેને ભારે ફાઇન કર્યો હતો. આ તસવીર ગ્લાસગોની પોલીસે ટ્વિટર પર શૅર કરી હતી. કેટલાક યુઝર્સે ભાઈના આ પ્રયત્ન માટે ૧૦માંથી ૧૦ માર્ક્સ આપવા જોઈએ એવી કમેન્ટ કરી હતી.

hatke news offbeat news scotland