લ્યો બોલો...આ બહેન એટલું હસ્યા કે તેમનું જડબું આવી ગયું બહાર!

12 September, 2019 04:38 PM IST  |  ચીન

લ્યો બોલો...આ બહેન એટલું હસ્યા કે તેમનું જડબું આવી ગયું બહાર!

તસવીર સૌજન્યઃ guancha.in

ચીનમાંથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બહેન એટલું જોરથી હસ્યા કે તેમનું જડબું જ બહાર આવી ગયું.

આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે, 'હસવાથી ખસવું થઈ ગયું.' આવું જ કાંઈક ચીનના એક મહિલા સાથે થયું. આ મહિલાને જોરથું હસવું એટલું ભારે પડી ગયું કે તેમનું જડબું બહાર આવી ગયું અને તેઓ મોઢું બંધ જ નહોતા કરી શકતા. ધયું એવું કે એક બહેન ગુઆંગઝૂ દક્ષિણ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં એક મહિલા સફર કરી રહી હતી. તેમને કોઈ વાત પરથી જોરથી હસવું આવ્યું અને તેમનું જડબું બહાર આવી ગયું. સ્થિતિ એવી થઈ ગઈ કે તેઓ પોતાનું મોઢું બંધ નહોતા કરી શકતા. આ દરમિયાન ટ્રેનમાં હાજર એ ડૉક્ટરે આ જોયું અને મહિલાનું જડબું ઠીક કરી દીધું.

ઘટના 8 સપ્ટેમ્બરની છે, જે સ્થાનિક મીડિયામાં બુધવારે સામે આવી. સાજા થયા બાદ મહિલાએ જણાવ્યું કે પહેલા પણ તેની સાથે આવું થઈ ચુક્યું છે. પ્રેગનેન્સીના સમય ઉલટી કરતા સમયે પણ તેમનું જડબું બહાર આવી ગયું હતું.

એક ન્યૂઝ વેબસાઈટે ડૉક્ટર લિયો વેશેંગના હવાલાથી લખ્યું છે કે, અચાનક હસતા હસતા મહિલાનું મો ખુલ્લું રહી ગયું હતું. ડૉક્ટરને લાગ્યું કે તેમને અટેક આવ્યો છે. તેમણે જ્યારે તેમણે મહિલા સાથે વાત કર્યું ત્યારે મામલો સમજમાં આવ્યો. અને પછી બે વાર પ્રયાસ કરતા જડબું ઠીક થઈ ગયું.

આ પણ જુઓઃ આ નવરાત્રિ દેખાવું છે ટ્રેન્ડી તો Jayaka Yagnikના આ લૂક કરી શકો છો કોપી!

ડૉક્ટરે કર્યો ઈલાજ
ડૉક્ટર લિયો વેશેંગ ગુઆંગઝોઉ મેડિકલ યુનિ.ની લિવાન હૉસ્પિટલમાં ડૉક્ટર છે. તેમણે કહ્યું કે, હું કોઈ નિષ્ણાંત નથી, એ વાત મે એમને જણાવી દીધી હતી. મે કહ્યું હતું કે હું પ્રયાસ કરી શકું છું પણ ઠીક થવાની ગેરંટી નથી. જો કે મને ખબર હતી કે જડબું કેમ ઠીક થાય છે?મે એ બધું ત્યારે કર્યું, જ્યારે મહિલા ગભરાયેલી હતી. અને તે ઠીક પણ થઈ ગયું.

offbeat news hatke news