છે 32 વર્ષનો, પણ દેખાય છે માત્ર 14 વર્ષના છોકરડા જેવો

19 September, 2020 07:10 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

છે 32 વર્ષનો, પણ દેખાય છે માત્ર 14 વર્ષના છોકરડા જેવો

32 વર્ષનો માણસ લાગે છે 14 વર્ષનો છોકરો

રશિયાનો ૩૨ વર્ષનો યુવક ડેનિસ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. એનું કારણ છે તેનો દેખાવ. ૩૨ વર્ષનો યુવાન ડેનિસ ચહેરેમહોરે હજીયે ટીનેજર લાગે છે, જ્યારે પણ તે કોઈને પોતાની સાચી ઉંમર જણાવે છે ત્યારે લોકોને એ માન્યામાં નથી આવતું.

રશિયાના ક્રાસ્નોયાર્સ્ક વિસ્તારમાં એક નાના ગામમાં રહેતા યુવાનનાં માતાપિતાને ઘણા સમય પહેલાં જ ધ્યાનમાં આવી ગયું હતું કે તે સામાન્ય બાળકો જેવો નથી. તેની વયનાં અન્ય બાળકોની તુલનામાં તે ઘણો નાનો દેખાય છે. જોકે તે હાઇપર ઍક્ટિવ હોવાથી તેમ જ અન્ય બાળકોની જેમ દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહી હોવાથી શરૂઆતમાં તેમણે આને સામાન્ય બાબત માનીને તેના પર વિશેષ ધ્યાન નહોતું આપ્યું. જોકે સમય જતાં તેની વયનાં અન્ય બાળકો વચ્ચેનો ફરક વધવા લાગ્યો. તેના દેખાવને કારણે તેને અનેક મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. જેમ કે એક વખત ટ્રાફિક હવાલદારે તેને બનાવટી લાઇસન્સ બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો. જોકે પછી તેની સાચી વયની ખબર પડ્યા બાદ તેની ઘણી મજાક પણ ઉડાડી હતી.

આ જ કારણ છે કે ડેનિસ ગામ છોડીને શહેરમાં સ્થાયી થવા વિશે નથી વિચારતો. અહીં ગામમાં બધા તેને ઓળખતા હોવાથી તે પોતાની મનમરજી પ્રમાણે જીવી શકે છે. છેલ્લાં ચાર વર્ષથી તે તેની ગર્લફ્રેન્ડ સાથે ડેટિંગ કરી રહ્યો છે, પણ તેઓ એકમેકને લાંબા સમયથી ઓળખતાં હોવાથી તેને પોતાની વય પુરવાર કરવાની જરૂર નથી પડતી.

russia offbeat news hatke news international news