દવા માટે 30 રૂપિયા માગતા પતિએ પત્નીને તલાક આપી દીધા

15 August, 2019 10:07 AM IST  |  ઉત્તર પ્રદેશ

દવા માટે 30 રૂપિયા માગતા પતિએ પત્નીને તલાક આપી દીધા

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશ હાપુડ જિલ્લાની એક મહિલાએ દાવો કર્યો છે કે એણે પોતાના પતિ પાસે દવા ખરીદવા માટે ૩૦ રૂપિયા માગ્યા તો પતિએ ટ્રિપલ તલાક આપી દીધા. પીડિતાની માતાએ કહ્યું કે ‘મારી દીકરી બીમાર પડી ગઈ અને એણે પતિ પાસે દવાની માગ કરી હતી. એનાથી નારાજ થઈને ટ્રિપલ તલાક આપ્યા અને એને સાસરામાંથી કાઢી મૂકી હતી.’

પીડિતાએ કહ્યું કે ‘મારા ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. મેં દવા માટે ૩૦ રૂપિયાની માગણી કરી હતી. એના બદલે મારા પતિએ ગુસ્સો કરીને મને ત્રણ તલાક આપી દીધા હતા. ત્યાર બાદ મને પરિવારના ઘરમાંથી બહાર કાઢી હતી.’

પીડિતાએ એ પણ દાવો કર્યો કે એનાં બે બાળકો પણ છીનવી લીધાં છે. હાપુડના જિલ્લા પોલીસ વડા રાજેશસિંહે કહ્યું કે, અમને એક અરજી મળી છે, જેમાં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે એના પતિએ કેટલાક દિવસ પહેલાં એને ટ્રિપલ તલાક આપી દીધા છે. અમે આ મામલે કેસ દાખલ કર્યો છે અને તપાસ કરી રહ્યા છીએ. આ મામલે આવશ્યક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : 1.5 કિલો અને 12000 કૅલરી ધરાવતું આ બર્ગર ખાઈ શકો?

મુસ્લિમ મહિલા (પ્રોટેકશન ઑફ રાઈટ ઑન મેરેજ) બિલ-૨૦૧૯ અનુસાર મુસ્લિમોમાં તાત્કાલિક ‘ટ્રિપલ તલાક’ ગેરકાનૂની છે અને ૧ ઑગસ્ટથી લાગુ થયેલા આ બિલમાં પતિને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

uttar pradesh offbeat news hatke news