આ પિન્કીબહેન અને પીળીબહેન વચ્ચે છે અનોખી દોસ્તી

01 June, 2019 08:36 AM IST  |  અમેરિકા

આ પિન્કીબહેન અને પીળીબહેન વચ્ચે છે અનોખી દોસ્તી

પિન્કીબહેન અને પીળીબહેન

અમેરિકાના લોસ ઍન્જલસમાં એલા લંડન નામની ૩૫ વર્ષની યુવતીને પીળા રંગનું વળગણ છે. આ બહેન કપડાં, એક્સેસરીઝ, મેકઅપથી માંડીને હોમ-ઇન્ટિરિયર સુધીનું બધું જ પીળા રંગનું ધરાવે છે. જ્યારે તેના ઘરથી થોડેક જ દૂર રહેતી કિટન કે સેરા નામનાં ૫૪ વર્ષનાં બહેન ગુલાબી રંગના પ્રેમી છે.

કિટનના ઘરની હાલત પણ એલા જેવી જ છે. તેના ઘરમાં જ્યાં જુઓ ત્યાં પિન્ક જ પિન્ક રંગ છે. તેનાં કપડાં, બેડશીટ, ગાડી, ફર્નિચર, દીવાલો બધું જ ગુલાબી છે. પીળા રંગની પ્રેમી એલાને લોકો મિસ સનશાઇન કહે છે ત્યારે આ પિન્ક રંગના પ્રેમી બહેનને ક્વિન ઑફ પિન્ક કહે છે.

નવાઈની વાત એ છે કે આ બન્ને મહિલાઓ તેમના આ ખાસ વળગણને કારણે એકબીજાની બહુ જ સારી દોસ્ત બની ગઈ છે. ભલે બન્નેની કલર ચૉઇસ એકદમ ડિફરન્ટ છે, પણ જ્યારે તમને એક જ રંગ બહુ ગમતો હોય ત્યારે કેવું ફીલ થાય એ બન્ને શૅર કરી શકે છે.

આ પણ વાંચો : પાંચ વર્ષમાં આ ભાઈએ અઢી ફુટ દાઢી વધારી છે

બન્ને સાથે શૉપિંગ કરવા જાય છે, સાથે ફરવા અને પાર્ટી કરવા જાય છે. એક જ રંગ માટે અતિપ્રેમ ધરાવતા લોકોને મોનોક્રોમૅટિક કહેવાય છે. એલા અને કિટનને એને કારણે સોશ્યલી લોકો દ્વારા ખરીખોટી સાંભળવી પણ પડતી હોય છે. બન્ને મહિલાઓ એકબીજાની પસંદને રિસ્પેક્ટ કરી શકતી હોવાથી તેમની વચ્ચે દોસ્તી બહુ ટૂંકા ગાળામાં બંધાઈ ગઈ અને બહુ ઘનિષ્ટ પણ થઈ રહી છે.

offbeat news hatke news