પાંચ વર્ષમાં આ ભાઈએ અઢી ફુટ દાઢી વધારી છે

Published: Jun 01, 2019, 08:22 IST | લંડન

માથાના વાળ વધારવા હોય કે દાઢીના બન્નેમાં ઘણી જહેમત છે. અમેરિકાના કેન્ટકી રાજ્યના લંડન શહેરમાં રહેતા લાન્સ વુટોન નામના ૩૨ વર્ષના ભાઈએ પહેલેથી બે-અઢી ઇંચ લાંબી દાઢી રાખવાનો શોખ હતો.

આ ભાઈએ અઢી ફુટ દાઢી વધારી
આ ભાઈએ અઢી ફુટ દાઢી વધારી

માથાના વાળ વધારવા હોય કે દાઢીના બન્નેમાં ઘણી જહેમત છે. અમેરિકાના કેન્ટકી રાજ્યના લંડન શહેરમાં રહેતા લાન્સ વુટોન નામના ૩૨ વર્ષના ભાઈએ પહેલેથી બે-અઢી ઇંચ લાંબી દાઢી રાખવાનો શોખ હતો. જોકે ૨૦૧૪માં તેણે નક્કી કર્યું કે હવે દાઢી કાપવી જ નથી. જેટલી વધે એટલી વધવા દેવી છે.

દાઢી વધારવા પાછળનું એક કારણ એ પણ હતું કે લાન્સને હૅલોવીનમાં ચાંચિયા જેવો ડ્રેસઅપ કરવો હતો. આમ તો તે એ વખતે નકલી દાઢી લગાવી શકે એમ હતો પણ જો ઓરિજિનલ દાઢી વધી શકતી હોય તો એથી રૂડું બીજું શું હોઈ શકે? બસ, ભાઈએ દાઢીની કાળજી રાખવી શરૂ કરી અને કાપવાનું સદંતર બંધ કર્યું.

આ પણ વાંચો : મહિલાની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે કૂતરાનો લેવો પડ્યો જીવ, જાણો ઘટના

દાઢી વધતી ગઈ અને તેમણે વિશ્વભરમાં યોજાતી નાની-મોટી બિઅર્ડ કૉમ્પિટિશનમાં પણ ભાગ લેવાનું શરૂ કરી દીધું. અત્યાર સુધીમાં તેઓ ૩૦ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યા છે. દાઢીની લંબાઈ ત્રણ ફુટથી સહેજ જ ઓછી છે. અત્યાર સુધી તો દાઢી બહુ સરસ રીતે મેઇનટેન રાખી છે અને લાન્સભાઈની ઇચ્છા તો હજી એને લાંબી કરીને પોતાના શરીરને ઢાંકી દે એટલી લાંબી દાઢી વધારવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK