6 કિલોના આ ગોલુમોલુ બાળકનો જન્મ નૉર્મલ ડિલિવરીથી થયો

07 May, 2019 10:22 AM IST  |  ન્યુ ઝીલૅન્ડ

6 કિલોના આ ગોલુમોલુ બાળકનો જન્મ નૉર્મલ ડિલિવરીથી થયો

ગોલુમોલુ બૅબી

સામાન્ય રીતે ગર્ભમાં બાળકનું વજન ત્રણ-સવા ત્રણ કિલોથી વધુ થઈ જાય છે ત્યારે તને નૉર્મલ ડિલિવરીથી જન્મ આપવાનું અઘરું બની જાય છે. જોકે ન્યુ ઝીલૅન્ડમાં ૩૩ વર્ષની નિકોલિના ન્યુકૉમ્બ નામની મહિલાએ તાજેતરમાં તેના બીજા બાળકને જન્મ આપ્યો એ ચર્ચાનો વિષય બન્યો છે. આ બાળકનું જન્મ વખતે વજન પાંચ કિલો અને ૯૫૦ ગ્રામ એટલે કે ઑલમોસ્ટ ૬ કિલો જેટલું હતું.

નવાઈની વાત એ હતી કે વાઇકાટો હૉસ્પિટલમાં તેની ડિલિવરી થઈ ત્યારે ન તો તેને કોઈ પ્રકારનો એપિડ્યુરલ ઍનેસ્થેસિયા અપાયો હતો ન તો તેણે સિઝેરિયન કરી લેવું છે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે બાળક ત્રણથી પાંચ મહિનાનું થાય ત્યારે તેનું વજન ૬ કિલો જેટલું થાય છે. જોકે નિકોનિલાના આ બાળક જેનું નામ ટોબિયસ પડ્યું છે તેનો તો જન્મ જ ૬ કિલો સાથે થયો હતો.

આ પણ વાંચો : સતત 126 કલાક નૃત્ય કરીને 18 વર્ષની કન્યાએ બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

એક તરફ ડૉક્ટરો આશ્ચર્યમાં છે કે આટલું જાયન્ટ બેબી મહિલાએ નૉર્મલી કેવી રીતે ડિલિવર કર્યું હશે? બીજી તરફ ટોબયઆસના પરિવારજનો મૂંઝવણમાં છે, કેમ કે નવજાત શિશુ માટે લાવેલાં કપડાં બાળકને થાય એમ જ નથી. ત્રીજી મૂંઝવણ એ છે કે ટોબિયસને બીજી કોઈ શારીરિક સમસ્યા નથી જેને કારણે તેનું વજન વધી જાય. હવે ડૉક્ટરો બાળક અને મમ્મી-પપ્પાના મૂળભૂત કોષોનો અભ્યાસ કરીને જાયન્ટ બાળક જનમવાનું કારણ શોધશે.

new zealand offbeat news hatke news