પાકિસ્તાનના 330 કિલોના ભાઈને ઘરમાંથી બહાર કાઢવા દીવાલ ‍તોડવી પડી

21 June, 2019 08:58 AM IST  |  પાકિસ્તાન

પાકિસ્તાનના 330 કિલોના ભાઈને ઘરમાંથી બહાર કાઢવા દીવાલ ‍તોડવી પડી

330 કિલોના ભાઈને ઘરમાંથી બહાર કાઢવા દીવાલ ‍તોડવી પડી

એક હદ કરતાં વધુ વજન થઈ જાય એ પછી વ્યક્તિ પોતાના જ શરીરને હલાવી કે ચલાવી શકતી નથી. પાકિસ્તાનના સાદિકાબાદ જિલ્લામાં રહેતા નૂરહસન નામના જનાબની પણ એ જ હાલત થઈ છે. હસનનું વજન ૩૩૦ કિલોથી વધુ છે. વર્ષોથી ભાઈસાહેબ ઘરમાંથી નીકળી શક્યા નહોતા અને તબિયત કથળતી જતી હતી એટલે પાકિસ્તાનના આ સૌથી મેદસ્વી વ્યક્તિની વહારે ધાયા સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવા. તેમણે નૂરહસનને ઘરમાંથી કાઢીને હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરીને સારવાર શરૂ કરવાની વ્યવસ્થા કરી હતી.

ગામના લોકો અને બચાવ દળના સૈનિકોએ ભેગા મળીને નૂરહસનને ઘરમાંથી બહાર કાઢ્યા હતા. તેનું કદ એટલું જાયન્ટ થઈ ગયું હતું કે ઘરના મુખ્ય દ્વારથી તેને બહાર કાઢવાનું શક્ય નહોતું એટલે તે જે રૂમમાં રહેતો હતો એની જ એક બાજુની દીવાલનો થોડો ભાગ તોડવો પડ્યો હતો. હેલિકૉપ્ટરની મદદથી તેને લાહોરની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં વજન ઉતારવા માટેની સર્જરી કરવામાં આવશે.

આ પણ વાંચો : આ ગામમાં લોકો પરિવારજનોને ઘરના આંગણામાં જ દફનાવે છે

૨૦૧૭માં ૩૬૦ કિલોના એક પાકિસ્તાની નાગરિક પર સર્જરી કરવામાં આવી હતી અને તેનું વજન ઘટીને ૨૦૦ કિલો થયું હતું. પાકિસ્તાન એન્ડોક્રાઇન સોસાયટી દ્વારા જાહેર થયેલા ‌સર્વે રિપોર્ટ મુજબ ૨૯ ટકા પાકિસ્તાની વસ્તી વધુ વજન ધરાવે છે અને એમાંથી ૫૧ ટકા લોકો અતિમેદસ્વી છે.

pakistan offbeat news hatke news