નાઇજીરિયાની આ સ્કૂલમાં ફીના બદલામાં પ્લાસ્ટિકની બૉટલ્સ લે છે

15 June, 2019 10:34 AM IST  |  નાઇજીરિયા

નાઇજીરિયાની આ સ્કૂલમાં ફીના બદલામાં પ્લાસ્ટિકની બૉટલ્સ લે છે

આ સ્કૂલમાં ફીના બદલામાં પ્લાસ્ટિકની બૉટલ્સ લે છે

આસામમાં અત્યંત ગરીબ વિસ્તારમાં મઝિન મુખ્તર અને પ્રતિમા શર્મા નામનું એક યુગલ અક્ષર સ્કૂલ ચલાવે છે જ્યાં અત્યંત ગરીબ બાળકો ભણે છે. આ બાળકો ફીને બદલે પ્લાસ્ટિકનો કચરો જમા કરાવે છે.

આવું જ કંઈક નાઇજીરિયાના લાગોસ શહેરમાં ખૂલેલી એક સ્કૂલમાં થઈ રહ્યું છે. આ સ્કૂલે શહેરને સ્વચ્છ બનાવવા માટે બાળકોના પેરન્ટ્સ પાસેથી ફી લેવાને બદલે પ્લાસ્ટિકની બૉટલ લેવાની પહેલ કરી છે.

આ પણ વાંચો : સંસ્કૃતમાં કડકડાટ વાતો કરતો ટૅક્સી-ડ્રાઇવર સોશ્યલ મીડિયામાં ફેમસ

બાળકો જેટલા વજનની પ્લાસ્ટિકની ચીજો લઈ આવે એના વજન જેટલી રકમ તેમની સ્કૂલ-ફીમાંથી બાદ કરી દેવામાં આવે છે. આને કારણે પરિવારો પર બાળકના ભણતરનો આર્થિક બોજ પણ ઘટ્યો છે અને શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો પણ ઘટવા લાગ્યો છે.

nigeria offbeat news hatke news