સંસ્કૃતમાં કડકડાટ વાતો કરતો ટૅક્સી-ડ્રાઇવર સોશ્યલ મીડિયામાં ફેમસ

Published: Jun 15, 2019, 10:16 IST | બેંગ્લુરૂ

આપણે ત્યાં સ્કૂલમાં એક-બે વર્ષ માટે સંસ્કૃત વિષય ભણાવવામાં આવે છે. એનાથી સંસ્કૃતની સમજ પડે છે, પરંતુ એ ભાષા પર એટલી ફાવટ તો નથી જ હોતી કે તમે એમાં વાતો કરી શકો.

આ ટૅક્સી-ડ્રાઇવર સોશ્યલ મીડિયા પર છે ફેમસ
આ ટૅક્સી-ડ્રાઇવર સોશ્યલ મીડિયા પર છે ફેમસ

આપણે ત્યાં સ્કૂલમાં એક-બે વર્ષ માટે સંસ્કૃત વિષય ભણાવવામાં આવે છે. એનાથી સંસ્કૃતની સમજ પડે છે, પરંતુ એ ભાષા પર એટલી ફાવટ તો નથી જ હોતી કે તમે એમાં વાતો કરી શકો. એ જ કારણસર સંસ્કૃત ભાષા અતિસમૃદ્ધ હોવા છતાં એને ટકાવવાનું મુશ્કેલ બની ગયું છે. જોકે બૅન્ગલોરમાં એક ટૅક્સી-ડ્રાઇવર છે જે છેલ્લાં ૧૦ વર્ષથી કડકડાટ અને અચકાયા વિના સંસ્કૃત ભાષામાં બોલે છે. જસ્ટ ૪૫ સેકન્ડનો તેનો સંસ્કૃત ભાષામાં સંવાદ કરતો વિડિયો અચંબિત થઈ જવાય એવો છે. ગિરીશ ભારદ્વાજ નામનો પૅસેન્જર અને ડ્રાઇવર મલપ્પા કડકડાટ સંસ્કૃત બોલતા દેખાય છે.

આ પણ વાંચો : બિઝી બૉયફ્રેન્ડે પોતાના વતી ગર્લફ્રેન્ડ સાથે ચૅટ કરી શકે એવું ચૅટબૉટ બનાવ્યું

ગિરીશે પોતાના ટ્‍‍વિટર-અકાઉન્ટ પર શૅર કરેલો આ વિડિયો ૭૧,૦૦૦થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ૩૦૦૦થી વધુ લોકોએ રીટ્વીટ કર્યો છે. વિડિયોમાં મલપ્પા કહે છે કે તેને નાનપણથી જ સંસ્કૃત ભાષામાં રસ હતો, પણ યુવા વયે મેડિ‌ટેશન શીખવા માટે તે એક સંસ્થામાં જોડાયો ત્યાં આ ભાષા શીખવા મળી હતી અને છેલ્લાં દસ વર્ષથી તે સંસ્કૃત બોલે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK