જન્મેલી દીકરી એક જ કલાકમાં મૃત્યુ પામી, માએ કર્યુ આ કામ

04 October, 2019 10:21 AM IST  |  અમેરિકા

જન્મેલી દીકરી એક જ કલાકમાં મૃત્યુ પામી, માએ કર્યુ આ કામ

માએ દીકરીની યાદમાં 33 લીટર બ્રેસ્ટ-મિલ્ક ડોનેટ કર્યું

અમેરિકાના સાઉથ ડકોટામાં રહેતી બાવીસ વર્ષની ઍલેક્સિસ મૅરિનો નામની યુવતીની ડિલિવરી થઈ. જોકે બાળકીને બ્રેઇનમાં ‌ડીફેક્ટ હોવાથી તે જન્મી એના એક કલાક અને દસ મિનિટમાં મૃત્યુ પામી. નવ મહિના જેને અનેક અરમાનો સાથે કૂખમાં ઉછેર્યું હોય એ બાળક જન્મીને તરત જ મૃત્યુ પામે એ આઘાત જીરવી શકાય એવો નથી હોતો. શરૂઆતમાં તે એકદમ હતાશ થઈ ગઈ. ડિલિવરી પછી કુદરતની રચના મુજબ તેના બૉડીમાં કુદરતી રીતે મિલ્ક પેદા થવા લાગ્યું અને એ પીનારી બાળકી તો રહી નહોતી. એ વાતે પહેલાં તે વધુ દુખી થઈ, પરંતુ તેણે માતૃત્વનું વાત્સલ્ય બીજાં એવાં બાળકો સાથે વહેંચવાનું વિચાર્યું જેમને કોઈક કારણસર માનું વાત્સલ્ય મળી શકે એમ ન હોય. તેણે રોજ બ્રેસ્ટ-મિલ્ક પમ્પ લાવીને દૂધ કાઢવાનું શરૂ કરી દીધું અને નિ‌યમિતપણે બ્રેસ્ટ-મિલ્ક બૅન્કમાં આપવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : સિંહ સામે ઉભી રહીને મહિલા કરવા લાગી મસ્તી, પછી થયું આવું કે વીડિયો થયો વાયરલ

તેણે રોજ નિયમિત જાણે પોતાની જ દીકરીને દૂધ પાતી હોય એમ પમ્પથી મિલ્ક કાઢવાનું ચાલુ રાખ્યું. ડિલિવરી પછી સાત વીક સુધી તે પાછી નોકરીએ લાગી નહોતી. ત્યાં સુધી તેણે આ કામ કર્યું અને આ દરમ્યાન લગભગ ૩૩ લીટર દૂધ નવજાત બાળકો માટે ડોનેટ કર્યું હતું. આમ બહુ સહજ લાગતી વાત ઍલેક્સિસ માટે બહુ ઇમોશનલ હતી. 

united states of america offbeat news hatke news