બૉડીબિલ્ડર જેવાં બાવડાં અને બાર્બી જેવા માસૂમ ચહેરાનું અજીબ કૉમ્બિનેશન

01 April, 2019 11:58 AM IST  |  સાઉથ કોરિયા

બૉડીબિલ્ડર જેવાં બાવડાં અને બાર્બી જેવા માસૂમ ચહેરાનું અજીબ કૉમ્બિનેશન

મસ્ક્યુલર બાર્બી

સાઉથ કોરિયાની ૩૪ વર્ષની યીઓન-વુ નામની મહિલા બૉડીબિલ્ડર બ્યુટી અને બાવડાંનું અજીબ કૉમ્બિનેશન ધરાવે છે. બૉડીબિલ્ડર તરીકે તેણે ઘણાં નૅશનલ કક્ષાનાં ટાઇટલ્સ જીત્યાં છે. સામાન્ય રીતે બાવડાં બનાવવામાં વ્યસ્ત થઈ જનાર વ્યક્તિના ચહેરાના સ્નાયુ પણ તંગ અને કડક થઈ જતા હોય છે, પણ યીઓનનો ચહેરો જાણે ટીનેજર જેટલો ક્યુટ અને માસૂમ લાગે છે. એ જ કારણોસર સ્થાનિક લોકો દ્વારા તેને મસલ બાર્બીનું ઉપનામ મળ્યું છે.

યીઓન વીસ વર્ષની થઈ ત્યાં સુધી તેણે બૉડીબિલ્ડિંગના ક્ષેત્રનો વિચાર પણ નહોતો કયોર્. એકદમ પાતળી કાકડી જેવી દેખાતી હોવાથી તેણે જિમમાં જઈને વર્કઆઉટ દ્વારા શરીરને મજબૂત બનાવવાનું નક્કી કર્યું. કસરત કરવાને કારણે સ્ટ્રેન્ગ્થ અને સ્ટૅમિના વધતાં તેને વર્કઆઉટમાં વધુ રસ પડવા લાગ્યો અને તેણે બૉડીને મસ્ક્યુલર બનાવવાનું શરૂ કર્યું. બૉડીબિલ્ડિંગ કૉમ્પિટિશનમાં તે લગભગ એક દાયકાથી ભાગ લઈ રહી છે, પરંતુ એમાં તેને સફળતા મળવાનું છેલ્લાં ચાર-પાંચ વર્ષથી જ થયું. લગાતાર મહેનત બાદ તેણે ૨૦૧૩ની સાલથી અલગ-અલગ ચૅમ્પિયનશિપ જીતી છે.

આ પણ વાંચો : ઇઝરાયલમાં 10 કિલોમીટર લાંબી વિશ્વની સૌથી લાંબી નમકની ગુફા

બૉડીબિલ્ડિંગમાં સફળતા મળવી શરૂ થયા પછી કોઈ પણ ચૅમ્પિયનશિપમાં તે ભાગ લેવા જાય છે ત્યારે આ બહેનનો લુક ચર્ચામાં આવે છે અને મજબૂત કાયા અને નમણા ચહેરાનું અજીબ સંયોજન લોકોનું દિલ લુભાવી જાય છે.

south korea offbeat news hatke news