ઇઝરાયલના જેરુસલેમમાં આવેલી હિબ્રૂ યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં મૃત સમુદ્ર નજીક માઉન્ટ સોડોમમાં વિશ્વની સૌથી લાંબી સૉલ્ટની ગુફા શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે. માઉન્ટ સોડોમ ઇઝરાયલનો સૌથી લાંબો પહાડ છે. એમાં આવેલી ગુફાનું નામ છે મલહમ. આમ તો ૧૯૮૦માં પહેલી વાર ગુફાનો નકશો તૈયાર થયો હતો અને એ વખતે ગુફા પાંચ કિલોમીટર લાંબી હોય એવું મનાયું હતું. જોકે તાજેરતમાં ૯ દેશના ૮૮ જેટલા ગુફા-સંશોધકો અને ૮૦ સ્થાનિક લોકો સાથે મળીને આ મલહમ ગુફાની અંદર ગયા હતા અને અંદરથી પૂરી વિડિયોગ્રાફી કરીને એની લંબાઈ નોંધી હતી. એમાં જાણવા મળ્યું હતું કે આ ગુફા તો મૃત સમુદ્રના દક્ષિણ અને પશ્ચિમ ખૂણાને આવરે એટલી લાંબી છે અને લગભગ ૧૦ કિલોમીટરથી પણ વધુ લાંબી છે.
આ પણ વાંચો : ટ્રાફિક પોલીસે પકડ્યો બે ભૂંડને ખોળામાં બેસાડીને ટ્રક ચલાવતા ડ્રાઇવરને
આ અગાઉ સૌથી લાંબી મીઠાની ગુફાનો રેકૉર્ડ ઈરાનના નામે હતો, પણ હવે દસ્તાવેજી પુરાવાઓના આધારે ઑફિશ્યલી મલહમ ગુફાને વિશ્વની સૌથી લાંબી સૉલ્ટની કેવ ગણવામાં આવશે.
ભારત વર્ષ ૨૦૨૪ સુધીમાં તમામ પરિવારને નળથી પાણી પહોંચાડવા ઇઝરાયલની મદદ લેશે
Nov 16, 2019, 10:05 ISTઇઝરાયલની ચુંટણીમાં પણ મોદી છવાઇ ગયા, બેનરોમાં મોદીના ફોટા જોવા મળ્યા
Jul 28, 2019, 23:30 ISTઇઝરાયલમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે વપરાય છે ઇલેક્ટ્રિક સ્કૂટર
Jul 08, 2019, 08:48 ISTઅવાકાડોને રંગીને ગ્રેનેડ બનાવ્યો, એનાથી બબ્બે વાર બૅન્કમાં ધાડ પાડી
Jun 17, 2019, 09:24 IST