ફાઇવ-સ્ટાર હોટેલની લેટ નાઇટ પાર્ટીને કારણે દુર્લભ મગર મરી ગયો

06 April, 2019 12:42 PM IST  |  ચેન્નઈ

ફાઇવ-સ્ટાર હોટેલની લેટ નાઇટ પાર્ટીને કારણે દુર્લભ મગર મરી ગયો

મગર

પહેલી નજરે પાર્ટી અને મગરના મરવાની વાતનો તાળો મેળવતાં તકલીફ પડે એવું છે. એમ છતાં ચેન્નઇમાં એક ઝૂમાં થોડાક દિવસ પહેલાં એક દુર્લભ પ્રજાતિનો મગર મરી ગયો એ માટે ઝૂના સંસ્થાપકે નજીકમાં આવેલી ફાઇવ-સ્ટાર હોટેલની ધમાકેદાર પાર્ટીઓને જવાબદાર ગણી છે. ઝૂના સંસ્થાપકનું કહેવું છે કે આ હોટેલ અને ઝૂની વચ્ચે માત્ર ૫૦ ફુટથી પણ ઓછું અંતર છે. રિસૉર્ટમાં આએદિન લેટ નાઇટ પાર્ટી થતી હોવાથી રાતના સમયે પણ સાઉન્ડ સિસ્ટમના વાઇબ્રેશન્સ ખૂબ વધુ હોય છે. એનાથી દુર્લભ પ્રજાતિના ૧૨ વર્ષની માદા મગર બહુ સ્ટ્રેસમાં રહેતી હતી અને એને કારણે તેનું મોત થયું હતું.

આ પણ વાંચો : વિશ્વની સૌથી લાંબી ૮૮ ફુટની ઈલેક્ટ્રિક બસ લૉન્ચ થઈ કોલંબિયામાં

હજીયે આ ઝૂમાં એક નર અને ત્રણ માદા મગરો છે અને એમનો પણ આવો અંત ન આવે એ માટે તેમને બીજે સ્થળાંતરિત કરવાનો વિચાર ચાલી રહ્યો છે. સ્ટ્રેસને કારણે દુર્લભ પ્રાણીઓના મોતનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આ બાબતે રિસૉર્ટના અધિકારીઓએ પણ સહયોગ આપવાની તૈયારી બતાવી છે.

offbeat news hatke news