વિશ્વની સૌથી લાંબી ૮૮ ફુટની ઈલેક્ટ્રિક બસ લૉન્ચ થઈ કોલંબિયામાં

કોલોમ્બિયા | Apr 05, 2019, 08:58 IST

કુદરતી ઇંધણનો ખજાનો ખૂટવામાં છે ત્યારે પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોનું ભવિષ્ય પણ ધૂંધળું છે. હવે દુનિયાભરમાં વીજળી અને સૌરઊર્જા પર ચાલતાં વાહનોની શોધે જોર પકડ્યું છે.

વિશ્વની સૌથી લાંબી ૮૮ ફુટની ઈલેક્ટ્રિક બસ લૉન્ચ થઈ કોલંબિયામાં
બાપ રે બાપ 88 ફૂટની બસ

કુદરતી ઇંધણનો ખજાનો ખૂટવામાં છે ત્યારે પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોનું ભવિષ્ય પણ ધૂંધળું છે. હવે દુનિયાભરમાં વીજળી અને સૌરઊર્જા પર ચાલતાં વાહનોની શોધે જોર પકડ્યું છે. કોલંબિયાની BYD નામની કંપનીએ ઈલેક્ટ્રિક બસ લૉન્ચ કરી છે જે વિશ્વની સૌથી લાંબી હોવાનો દાવો થઈ રહ્યો છે. આ જ કંપનીએ હજી એક મહિના પહેલાં વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક ડબલ-ડેકર બસ લૉન્ચ કરી હતી. હવે ૮૮ ફુટ લાંબી, ૨૫૦ લોકો બેસી શકે એવી અને ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે એવી ઈલેક્ટ્રિક બસ તૈયાર કરી છે. K12A મૉડલની આ બસ લાંબી છે, પરંતુ ત્રણ અલગ-અલગ સેક્શનમાં છે એટલે ઈયળની જેમ આડીઅવળી થઈ શકે એમ છે. વળાંક લેતી વખતે આ ફીચર બહુ જ મહત્વનું બને એમ છે. અલબત્ત, એમ છતાં ડ્રાઇવર માટે આવી વળાંકો લેતી બસ પર કન્ટ્રોલ રાખવાનું વધુ કપરું હશે એવું મનાય છે. આ કંપનીએ ઈલેક્ટ્રિક બસોનું ઉત્પાદન કરવા માટે અમેરિકા, બ્રાઝિલ, હંગેરી અને ફ્રાન્સમાં કારખાનાં નાખ્યાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK