ઑઇલ પેઇન્ટ અને બ્રશથી 300 પાનાંનું રામચરિત માનસ લખ્યું

24 September, 2019 10:36 AM IST  |  જયપુર

ઑઇલ પેઇન્ટ અને બ્રશથી 300 પાનાંનું રામચરિત માનસ લખ્યું

ઑઇલ પેઇન્ટ અને બ્રશથી 300 પાનાંનું રામચરિત માનસ લખ્યું

જયપુરમાં રહેતા શરદ માથુર નામના એક કલાકારે રામચરિત માનસ હાથેથી લખીને તૈયાર કરી છે. એ માટે શરદે ઑઇલ પેઇન્ટ અને બ્રશનો ઉપયોગ કર્યો હતો. ૨૧ ખંડોમાં લખાયેલી રામચરિત માનસનું કુલ વજન ૧૫૦ કિલો જેટલું છે. પેઇન્ટની મદદથી રામચરિત માનસ લખવામાં તેને ખૂબ વાર લાગતી હતી. રોજના ત્રણથી પાંચ કલાક તે લખતા અને એમાં માત્ર બે પાનાં જ લખી શકાતા હતા.

આ પણ વાંચો : ગ્લોબલ વૉર્મિંગને કારણે પીગળી રહેલાં ગ્લેશિયર્સના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

૨૦૧૩માં લખવાનું કામ શરૂ થયેલું જે લાગલગાટ છ વર્ષ સુધી ચાલ્યું. શરદ માથુરની ઇચ્છા છે કે હસ્તલિખિત રામચરિત માનસને રામમંદિર બને ત્યારે ત્યાં મૂકવામાં આવે.

jaipur offbeat news hatke news