ભારતની પહેલવહેલી ઑલ વુમન કન્સ્ટ્રક્શન કંપની છે કેરળમાં

14 May, 2019 01:02 PM IST  |  કેરળ

ભારતની પહેલવહેલી ઑલ વુમન કન્સ્ટ્રક્શન કંપની છે કેરળમાં

વુમન કન્સ્ટ્રક્શન કંપની છે કેરળમાં

કોઈ પણ બિ‌લ્ડિંગનું બાંધકામ ચાલતું હોય ત્યારે સાઇટ પર પુરુષો જ વધુ હોય. નાનુંમોટું કામ કરવા માટે મહિલાઓ હોય, પણ એ હેલ્પર હોય. જ્યારે કેરળની મહિલાઓએ આ ટ્રેન્ડને સાવ બદલી નાખ્યો છે. ૩૦ મહિલાઓએ ભેગી મળીને એક કન્સ્ટ્રક્શન કંપની બનાવી છે જેમાં બાંધકામને લગતાં તમામ કામ મહિલાઓ જ કરે છે. સુપરવાઇઝર, આર્કિટેક્ટ, કડિયાકામ, મિસ્ત્રીકામ, પેઇન્ટિંગથી લઈને તમામ કામ મહિલાઓ જ કરે છે. કંપનીનું નામ છે પિન્ક લેડર. આ કંપનીમાં એક પણ પુરુષ કામ નથી કરતો. ડિઝાઇન તૈયાર કરવાથી માંડીને ઘરને પેઇન્ટિંગ કરવા સુધીનું કામ સ્ત્રીઓ જ કરે છે. નવેમ્બર ૨૦૧૮માં કંપનીની શરૂઆત થઈ હતી અને અત્યાર સુધીમાં બે મકાન બનાવી ચૂકી છે. હાલમાં આ કંપની પાસે બીજાં ત્રણ મકાનોનું કામ છે. પિન્ક લેડરની નીતુ રાજન નામની મહિલાનું કહેવું છે કે પોતાનું સ્વતંત્ર કામ શરૂ કરતાં પહેલાં તેમણે ૬ મહિના માટે ફ્લોરિંગ, પેઇન્ટિંગ, મિસ્ત્રીકામ એમ અલગ-અલગ કામની ટ્રેઇનિંગ લીધી હતી અને એ પછીથી તેમણે સ્વતંત્ર કામ લીધું અને સાથે મળીને પૂરું કર્યું. એ પછી તો નવા પ્રોજેક્ટ મેળવવાનું સરળ બની ગયું.

આ પણ વાંચો : શું આ યુવતીએ બાળક સાથે લગ્ન કર્યાં ?

પિન્ક લેડર સંસ્થા મહિલા સશક્તીકરણ આંદોલન ચલાવતી કુદુમ્બશ્રી મિશન અંતર્ગત શરૂ થઈ છે જેમાં સરકારની પણ મદદ છે. સ્ત્રી-પુરુષોના વેતનમાં અસમાનતા, કામના અનિશ્ચિત સમય અને કામના સ્થળે જાતીય સતામણી જેવી સમસ્યાઓથી પરેશાન થઈને બુલંદ અવાજ ઉઠાવવા માટે આ કંપની શરૂ કરવામાં આવી છે.

kerala offbeat news hatke news