ચીનના કેદીઓ માટે શરૂ થઈ ઑનલાઇન શૉપિંગ સર્વિસ

08 June, 2019 09:15 AM IST  |  ચીન

ચીનના કેદીઓ માટે શરૂ થઈ ઑનલાઇન શૉપિંગ સર્વિસ

ચીનના કેદીઓ માટે શરૂ થઈ ઑનલાઇન શૉપિંગ સર્વિસ

જેલમાં સજા કાપી રહેલા કેદીઓ પણ શૉપિંગ કરી શકે એવી છૂટ ચીનમાં આપવામાં આવી રહી છે. ગુઆંગડૉન્ગ પ્રાંતની જેલમાં કેદીઓ માટે ખાસ ઑનલાઇન શૉપિંગ પ્લૅટફૉર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ માધ્યમથી કેદીઓ મહિને ૩૦૦૦ રૂપિયાનો સામાન ખરીદી શકે છે. આ માટે તેમનાં ઑનલાઇન અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યાં છે.

પાસવર્ડ કે ફિન્ગરપ્રિન્ટ દ્વારા તેઓ લૉગ-ઇન કરીને ઑનલાઇન ખરીદી કરી શકે છે. આ પહેલાં કોન્ગહુઆ જેલમાં જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે પાઇલટ પ્રોજેક્ટ શરૂ થયો હતો જે સફળ રહ્યો હતો. આ ચાર મહિના દરમ્યાન ૧૩,૦૦૦ ઑર્ડર્સ થયા હતા, જેમાં ચાર લાખ આઇટમો વેચાઈ હતી.

જેલના કેદીઓ માટે આ ખાસ પ્લૅટફૉર્મ હોવાથી એમાં રૂટીન જરૂરિયાતો, ખાવાની ચીજો, સિગારેટ અને ગિફ્ટ આઇટમ્સ મળી કુલ ૬૮ કૅટેગરીની ૨૦૦ જેટલી ચીજોમાંથી તેઓ ખરીદી કરી શકે છે. દર મહિને તેમને એક જ વાર આ ખરીદી કરવાનો મોકો મળે છે અને એ પણ પંદર મિનિટના સમયમાં તેમણે ઑર્ડર પ્લેસ કરી દેવાનો હોય છે જેથી કેદીઓ વારંવાર આ સર્વિસ લેવાના નામે કામમાંથી સમયનો વ્યય ન કરે.

આ પણ વાંચો : દગાબાજ પતિએ પત્નીનો વિશ્વાસ પાછો જીતવા નગ્ન પરેડ કરવાનું સ્વીકાર્યું

જેલના પ્રશાસને કેદીઓ પોતાનો આ પર્સનલ સામાન સાચવી શકે એ માટેની વ્યવસ્થા પણ ઊભી કરી છે, જેમ કે કોલ્ડ-ડ્રિન્ક્સ ખરીદ્યાં હોય તો એના પર લેબલ લગાવીને તેમના રૅક કે રેફ્રિજરેટમાં મૂકી શકે છે.

china offbeat news hatke news