દગાબાજ પતિએ પત્નીનો વિશ્વાસ પાછો જીતવા નગ્ન પરેડ કરવાનું સ્વીકાર્યું

Published: Jun 08, 2019, 09:08 IST | કોલમ્બિયા

કોલમ્બિયામાં થોડા દિવસ પહેલાંની એક ઘટના સોશ્યલ મીડિયા પર હમણાં વાઇરલ થઈ છે.

પતિએ પત્નીનો વિશ્વાસ પાછો જીતવા નગ્ન પરેડ કર્યું
પતિએ પત્નીનો વિશ્વાસ પાછો જીતવા નગ્ન પરેડ કર્યું

કોલમ્બિયામાં થોડા દિવસ પહેલાંની એક ઘટના સોશ્યલ મીડિયા પર હમણાં વાઇરલ થઈ છે. બારાન્કિલા શહેરમાં એક માણસ નગ્ન અવસ્થામાં કારની છત પર સૂતો હોય એવા અલગ-અલગ ઍન્ગલથી ઘણાબધા વિડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ થયા છે. વાત એમ છે કે જૈરો નામના એક ભાઈ પોતાની પત્નીથી છુપાવીને કોઈ મોટેલમાં રંગરેલિયાં મનાવવા માટે ગયેલા અને પત્નીએ તેમને રંગેહાથ પકડી લીધા.

ભૂલ પકડાઈ જતાં ભાઈસાહેબે માફી માગવા માટે હાથ જોડ્યા અને પગ પકડ્યા, પણ પત્ની કેમેય માનવા તૈયાર નહોતી. ખૂબ ગુસ્સામાં પત્નીએ તેને કહ્યું કે જો તું નગ્ન થઈને જાહેરમાં પરેડ કરવા તૈયાર થાય તો જ હું માફ કરીશ. માફી મેળવવા માટે જૈરોભાઈ એમ કરવા તૈયાર થઈ ગયા. તેને એમ કે તેની પત્ની પીગળી જશે અને તેની બેઇજ્જતી નહીં થવા દે. જોકે પેલા ભાઈ સંપૂર્ણ નગ્ન થઈ ગયા એ પછી પત્નીએ તેને કારની છત પર બેસાડ્યો અને ગાડી ચાલુ કરી દીધી. મોટેલથી ઘર સુધી જૈરો એમ જ નગ્નાવસ્થામાં કાર પર ઊંધો પડી રહ્યો.

આ પણ વાંચો : 196 દેશમાં ફરી આવનાર સૌથી પહેલી મહિલા છે 21 વર્ષની

વચ્ચે તેણે પત્નીને માની જવા માટે ઘણી વિનવણી કરી, પણ પત્ની ન જ માની. જ્યારે ખૂબ ટ્રાફિકવાળી જગ્યાએ આવ્યા અને તેનો વિડિયો લેવા માટે ટોળું એકઠું થયું ત્યારે સ્થાનિક પોલીસનું ધ્યાન ગયું. આટલી બેઇજ્જતી ઓછી હોય એમ પોલીસે પણ તેને દંડ કર્યો. પહેલાં તો કાર પરથી ઉતારીને કપડાં પહેરાવ્યાં અને આવું અભદ્ર વર્તન જાહેરમાં કરવા બદલ ૬૦૦૦ રૂપિયાનો દંડ કર્યો. જોકે સોશ્યલ મીડિયામાં એવી વાતો થઈ રહી છે કે આટલું થયા પછીયે ભાઈસાહેબનું લગ્નજીવન બચી ગયું એ બહુ સારી વાત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK