ટાર્ગેટ અચીવ ન કરનારા કર્મચારીઓને કંપનીએ જીવતી માછલી ખાવા મજબૂર કર્યા

15 August, 2019 09:44 AM IST  |  ચીન

ટાર્ગેટ અચીવ ન કરનારા કર્મચારીઓને કંપનીએ જીવતી માછલી ખાવા મજબૂર કર્યા

જીવતી માછલી ખાવાની મળી સજા

ચીનની એક કંપનીનો ટાર્ગેટ પૂરો ન થયો તો કંપનીના માલિકે ઑફિસના કર્મચારીઓને એવી સજા સંભળાવી કે તેમની આંખોમાં આંસુ આવી ગયા. ટાર્ગેટ પૂરો ન થવાને કારણે એક કંપનીએ ડઝન જેટલા કર્મચારીઓને જીવતી માછલી ખાવાની અને મરઘાનું લોહી પીવાની સજા આપી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થયો છે, એ પછી આખી દુનિયામાં આની ચર્ચા થઈ રહી છે.

આ વીડિયોમાં એક માણસ કર્મચારીઓને બાલદીમાંથી માછલી કાઢીને ખાવા આપે છે. કંપનીના એક કર્મચારીએ ચીની સમાચારપત્રોને જણાવ્યું કે આ ઘટના ૪ ઑગસ્ટની છે. કંપનીએ ૨૦ કર્મચારીને તેમનો ટાર્ગેટ ન પૂરો કર્યો હોવાથી માછલી ખાવા અને મરઘાનું લોહી પીવા મજબૂર કર્યા હતા.

આ પણ વાંચો : પ્રિન્સિપાલે પાણીની અછતના કારણે સ્કૂલની 150 વિદ્યાર્થિનીઓના જબરદસ્તી વાળ કપાવ્યા

સૉશ્યલ મીડિયા પર વિડિયો સામે આવ્યા પછી કંપનીના અધિકારીએ કહ્યું કે આવી સજા પછી કર્મચારીઓ ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહીં કરે. આવી સજા તેમને સારું કામ કરવા માટે પ્રેરિત કરશે. કંપનીના એક અન્ય કર્મચારીએ પણ માન્યું કે આવી ઘટના થઈ છે, પરંતુ કર્મચારીઓએ પોતાની ઇચ્છાથી આમાં ભાગ લીધો હતો.

china offbeat news hatke news