આ પીળું પંખી એક્ઝૉટિક કે અનોખું નથી, પણ હળદરમાં રગદોળાયેલું છે

18 July, 2019 09:55 AM IST  |  બ્રિટન

આ પીળું પંખી એક્ઝૉટિક કે અનોખું નથી, પણ હળદરમાં રગદોળાયેલું છે

પીળું પંખી

બ્રિટનના ઍનિમલ રેસ્ક્યુ સેન્ટરે થોડાક દિવસો પહેલાં એક પીળાચટક રંગના પંખીને પકડ્યું હતું. એક યુવાનોના ગ્રુપે બકિંગહૅમશર પાસેના હાઇવે પર એક સાઇડ પર ફસાયેલી અવસ્થામાં જોયેલું. યુવાનો આ પંખીને લઈને ઍનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં પહોંચ્યા. પંખી થોડુંક ઘાયલ હતું એટલે તેની સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. પહેલાં તો તેના રંગરૂપ અને શરીરમાંથી આવી રહેલી વિશિષ્ટ પ્રકારની ગંધ પરથી એ કયું પંખી છે એ પણ ખબર નહોતી પડતી એને કારણે બચાવદળે એને એક્ઝોટિક પંખી ગણાવ્યું હતું.

આ પણ વાંચો : આ ટીનેજરે પાળ્યાં છે એક જ બ્રીડનાં 16 ગલૂડિયાં

જોકે હૉસ્પિટલના સ્ટાફે તેને પાણીથી સાફ કર્યું તો એનો પીળો રંગ નીકળવા લાગ્યો. એ વખતે ખબર પડી આ પીળાશ તો હળદરની છે અને હકીકતમાં આ સીગલ પંખી છે. જોકે સીગલ પંખી હાઈવે પર કઈ રીતે આવી પહોંચ્યું એ વિશે કંઈ ઉજાગર નથી થયું. 

offbeat news hatke news