Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ટીનેજરે પાળ્યાં છે એક જ બ્રીડનાં 16 ગલૂડિયાં

આ ટીનેજરે પાળ્યાં છે એક જ બ્રીડનાં 16 ગલૂડિયાં

18 July, 2019 09:42 AM IST |

આ ટીનેજરે પાળ્યાં છે એક જ બ્રીડનાં 16 ગલૂડિયાં

એક જ બ્રીડનાં 16 ગલૂડિયાં

એક જ બ્રીડનાં 16 ગલૂડિયાં


વેલ્સના રોન્ડા ટાઉનમાં રહેતા ૧૯ વર્ષના ટીનેજરે એક જ બ્રીડનાં ટૂંકાં પગવાળાં ૧૬ ગલૂડિયાં પાળ્યાં છે. લિઆમ બીચ નામના આ ટીનેજરે દરેક પપીને તેનો હુકમ માનવાની મસ્ત તાલીમ આપી છે. દરેકના નામ પાડ્યાં છે અને લિઆમ દરેક ગલૂડિયાને તેના નામથી જ બોલાવે છે.

breed-01



લૉટી, ડેઇઝી, ડુડલી, વૉલી, ડાયમન્ડ, રુ‌બી, બેન્જી, બસ્ટર, બોની, ઝિગી, સૅમી, કિઝી, કીકી, ઝૅક, ડ્યુક અને સેફી નામ ધરાવતાં આ ગલૂડિયાં લિઆમનું કીધું બધું જ કરે પણ છે. જોકે તેના ફ્રેન્ડે એક વાર ચૅલેન્જ આપેલી કે એક સમયે એકને ઇન્સ્ટ્રકશન આપે એવું નહીં, બધાને એક સાથે ઑર્ડર આપ અને જો બધા એ મુજબ કરે તો તને ખરો ગણું.


breed

લિઆમે તરત જ બધાનો એક આઇકનિક પોઝમાં ફોટો પાડવાની ચૅલેન્જ લીધી. બધા જ ગલૂડિયાઓને તૈયાર કર્યા અને બબ્બે ડૉગીને એક સાથે દાદરા પર બેસી જવા કહ્યું. આઠ જ મિનિટમાં ૧૬ ગલૂડિયાં પગથિયાં પર એક જ પોઝમાં બેસી ગયા અને ફોટો પણ પડાવ્યો.


આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયામાં છોડ પર ઊગે છે હમિંગબર્ડ જેવાં ફૂલો

પેલા દોસ્ત પાસેથી તે ચૅલેન્જ તો જીત્યો જ પણ એ પછી આ તસવીરો સોશ્યલ મીડિયામાં શેઅર કરી તો બીજા લોકોને એ પણ બહુ ગમી. સૌને નવાઈ લાગી રહી છે કે બધા જ ડૉગીને એકસાથે કહ્યાગરા બનાવીને આવો ફોટો પાડવાનું કામ તેણે કર્યું કેવી રીતે?

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 09:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK