હોમવર્ક પૂરું કરવા માટે છોકરીએ ખરીદી લીધો 8500 રૂપિયામાં રોબો

25 February, 2019 08:53 AM IST  |  ચીન

હોમવર્ક પૂરું કરવા માટે છોકરીએ ખરીદી લીધો 8500 રૂપિયામાં રોબો

રોબો

ચીનમાં એક સ્કૂલમાં ભણતી ટીનેજરે ટેક્નૉલૉજીની મદદથી પોતાના હોમવર્ક કરવાના કંટાળાનું સૉલ્યુશન શોધી નાખ્યું છે. દર નવા વર્ષે બાળકોને ભેટમાં નાની-મોટી રકમ આપવાનો રિવાજ ચીનમાં પણ છે. કિયાનજિયાંગમાં રહેતી આ કન્યાએ તેને નવા ચાઇનીઝ યર દરમ્યાન મળેલી ભેટોના પૈસા ભેગા કરીને એમાંથી હૅન્ડરાઇટિંગ રોબો ખરીદી લીધો હતો. ૮૫૦ યુઆન એટલે કે લગભગ ૮૫૦૦ રૂપિયામાં તેને એ મળી ગયો. ત્યાર બાદ આ રોબોને તેણે પોતાના જેવા જ હૅન્ડરાઇટિંગ્સમાં ચાઇનીઝ લખવાની તાલીમ આપી. ચીનમાં ઘણા શિક્ષકો ટેક્સ્ટ-બુકમાંના આખા ચૅપ્ટર્સને હાથેથી કૉપી કરી લાવવાનું હોમવર્ક પણ આપતા હોય છે. આવા સમયે આ છોકરી હૅન્ડરાઇટિંગ રોબો પાસે આખાં ચૅપ્ટર્સ કૉપી કરાવી લેવા લાગી. સ્કૂલમાં તેને અસાઇન્મેન્ટ આપવામાં આવે એ પહેલાં જ તેણે રોબો પાસે એ કામ કરાવી લીધું એવું બનતું. એ જોઈને તેનાં ટીચર્સ જ નહીં, તેની મમ્મીને પણ નવાઈ લાગતી.

આ પણ વાંચો : સાથે ઓળખપત્ર રાખવાનું ભૂલી જતા યુવકે હાથ પર આઇ-કાર્ડ છૂંદાવી દીધું

જોકે તાજેતરમાં દીકરીનો રૂમ સાફ કરતાં તેને ટચૂકડું સાધન મળ્યું અને એ વિશે પૂછતાછ કરતાં બધો ભાંડો ફૂટ્યો. છોકરીએ ભલે મમ્મીના હાથનો મેથીપાક ખાધો, પણ સોશ્યલ મીડિયામાં એની જબરી સરાહના થઈ રહી છે. ચાઇનીઝ સોશ્યલ મીડિયા વેઇબો પર લોકોએ આ રોબો ક્યાં મળશે અને કેવી રીતે ટ્રેઇન કરવાનો એની ડિમાન્ડ કરી છે.

offbeat news hatke news china