73 વર્ષના દાદા બન્યા વિશ્વના સૌથી વયસ્ક ગોલકીપર

08 April, 2019 09:00 AM IST  |  ઇઝરાયલ

73 વર્ષના દાદા બન્યા વિશ્વના સૌથી વયસ્ક ગોલકીપર

આ દાદા બન્યા વિશ્વના સૌથી વયસ્ક ગોલકીપર

ઇઝરાયલના ૭૩ વર્ષના આઇઝૅક હાઇક નામના ફુટબૉલરે ગયા શુક્રવારે ઇઝરાયલી લીગમાં એક ટીમ માટે ગોલકીપિંગ કર્યું હતું. આઇરની ટીમ માટે આઇઝૅક હાઇકે પૂરી ૯૦ મિનિટ સુધી ગ્રાઉન્ડમાં ઊભા રહીને પૂરી ચુસ્તી અને સ્ફૂર્તિ સાથે ગોલ બચાવવા માટે મશક્કત કરી હતી. અલબત્ત, તેમની ટીમ ૫-૧થી હારી ગઈ હતી. જોકે મૅચ દરમ્યાન તેમણે કેટલાક ગોલ્સ બચાવ્યા હતા એ દર્શકોએ બહુ જોરદાર ઉત્સાહથી વધાવી લીધા હતા. આ મૅચ રમ્યા પછી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પણ તેમને વિશ્વના સૌથી વયસ્ક ફુટબૉલરનો ખિતાબ આપ્યો હતો. આઇઝૅકનું કહેવું છે કે આ માત્ર તેની અંગત અચીવમેન્ટ નથી, પણ પોતાના દેશ માટે પણ ગર્વની વાત છે.

આ પણ વાંચો : આ ભાઈ પોતાને ડૉગી સમજીને ડૉગીની જેમ રહેવાનું શરૂ કરી દીધુ

આ પહેલાંનો રેકૉર્ડ ઉરુગ્વેના રોબર્ટ કામોર્નાના નામે હતો જેમણે ૫૩ વર્ષની વયે ૨૦૧૫માં ગોલકીપિંગ કર્યું હતું.

israel offbeat news hatke news