આ દાદાની પીવી સિંધુ સાથે જ લગ્ન કરવાની જીદ, નહીં માને તો....

19 September, 2019 09:39 AM IST  | 

આ દાદાની પીવી સિંધુ સાથે જ લગ્ન કરવાની જીદ, નહીં માને તો....

70 વર્ષના દાદાની પીવી સિંધુ સાથે જ લગ્ન કરવાની જીદ

પોતાને મનગમતા રમતવીરોના પ્રેમમાં લોકો પડી જાય એવું તો ઘણી વાર જોયું હશે, પણ તામિલનાડુના ૭૦ વર્ષના દાદા તો એક ખેલાડીના એવા દીવાના થઈ ગયા છે કે તેમને હવે તેની સાથે લગ્ન કરવા છે અને લગ્ન કરવા માટે તે કંઈ પણ કરવા તૈયાર છે.

રામનાથપુરમાં રહેતા ૭૦ વર્ષના મલાયસામી નામના દાદાએ કલેક્ટર કાર્યાલયમાં જઈને અરજી કરી છે કે તેઓ બૅડ્મિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતનારી પી.વી.સિંધુ સાથે લગ્ન કરવા માગે છે. મલાયસામીકાકાનું કહેવું છે કે જો તેના લગ્ન માટે તરત પગલાં લેવામાં નહીં આવે તો તેઓ સિંધુનું અપહરણ કરી લેશે.

આ પણ વાંચો : ઊંઘમાં સપનું જોયું કે વીંટી ગળી ગઈ, ઊઠીને જોયું તો હકીકતમાં તે ગળી ગયેલી

આ દાદા પોતાને ૭૦ વર્ષના નહીં, પણ હજી તો માત્ર ૧૬ વર્ષનો છું એમ ગણાવે છે. તેનો જન્મ ૪ એપ્રિલ ૨૦૦૪ના રોજ થયો હોવાનું કહીને તેમણે કલેક્ટર ઑફિસમાં લગ્ન માટે આવેદન કર્યું છે, જોકે ઑફિસે એ અરજી ફગાવી દીધી છે. સૌથી પહેલાં તો આ કાકાની માનસિક સ્થિતિની તપાસ કરવાનો હુકમ થયો છે. 

pv sindhu offbeat news hatke news