Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઊંઘમાં સપનું જોયું કે વીંટી ગળી ગઈ, ઊઠીને જોયું તો હકીકતમાં ગળી ગયેલી

ઊંઘમાં સપનું જોયું કે વીંટી ગળી ગઈ, ઊઠીને જોયું તો હકીકતમાં ગળી ગયેલી

18 September, 2019 10:14 AM IST | અમેરિકા

ઊંઘમાં સપનું જોયું કે વીંટી ગળી ગઈ, ઊઠીને જોયું તો હકીકતમાં ગળી ગયેલી

ઊંઘમાં સપનું જોયું કે વીંટી ગળી ગઈ

ઊંઘમાં સપનું જોયું કે વીંટી ગળી ગઈ


અમેરિકાના કૅલિફૉર્નિયામાં રહેતી જેના ‌ઇવાન્સ નામની મહિલાને એક રાતે એટલું ભયાનક સપનું આવ્યું કે તે પોતાના ફિયાન્સેની સાથે એક ટ્રેનમાં સફર કરી રહી છે. કેટલાક લોકો તેમને લૂંટવા માટે ઘેરી વળે છે. લૂંટારાઓ તેની રિંગ ચોરી જશે એવા ડરને કારણે તેણે પોતાની આંગળી મોંમાં મૂકી દીધી અને ચોરોથી બચાવવા માટે તે પોતાની ઍન્ગેજમેન્ટ રિન્ગ ગળી ગઈ. અલબત્ત, આ વિચાર તેને ઊંઘના સપનાંમાં આવી રહ્યો હતો, પરંતુ એ વખતે તેણે હકીકતમાં આંગળી મોંમાં મૂકી દીધી હતી અને વીંટી તે હકીકતમાં ગળી ગઈ હતી. આ ઘટનાની જાણ તેને છેક સવારે તે જાગી અને આંગળીમાં જોયું ત્યારે ખબર પડી. ૨૯ વર્ષની જેનાએ તેના બૉયફ્રેન્ડને રાતના સપનાંની વાત કરી.

ring



પહેલાં તો તેને નવાઈ લાગી કે જે ઘટના સપનાંમાં બની હતી એ હકીકત હતી કે શું? એ ઘટના હકીકત નહોતી, પણ ડરને કારણે તે વીંટી જાતે જ ગળી ગઈ હોય એ હકીકત હોઈ શકે છે. આ શંકાનું સમાધાન કરવા જેના હૉસ્પિટલ પહોંચી. તેનો એક્સ-રે કરતાં ખરેખર પેટમાં ૨.૪ કૅરૅટની ડાયમન્ડ રિન્ગ હોવાનું ખબર પડી. આ રિંગ એમ જ શરીરમાંથી નીકળી જાય એવી રાહ જોઈ શકાય એમ નહોતું એટલે સર્જરી દ્વારા એ કાઢવાનું નક્કી થયું. જોકે ઑપરેશન પહેલાં તેની પાસે સર્જરીના જોખમથી માહિતગાર હોવા બાબતે સહી લેવામાં આવી એ વખતનો સમય યાદ કરીને જેના કહે છે, ‘એ વખતે હું ખૂબ રડી. મને લાગતું હતું કે જો આવા કારણોસર હું મરી જઈશ તો ખૂબ મોટી પાગલ કહેવાઈશ.’


આ પણ વાંચો : નદીમાં તણાતા વ્યક્તિને બચાવવા આવ્યું હાથીનું બચ્ચું, જુઓ Viral Video

જોકે આખરે સહુ સારા વાનાં થયાં. સર્જરીમાં વીંટી બહાર આવી ગઈ અને હવે જેનાની હાલત પણ સુધારા પર છે. હવે તેનો બૉયફ્રેન્ડ ફરીથી બીજી વીંટી બનાવી આપવાની વાત કરી રહ્યો છે, પણ જેનાને હવે વીંટી વિના જ લગ્ન કરી લેવાં છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2019 10:14 AM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK