ટર્કીમાં યોજાયો ૬૫૮મો વાર્ષિક ઑઇલ રેસલિંગ મહોત્સવ

07 July, 2019 09:08 AM IST  |  ટર્કી

ટર્કીમાં યોજાયો ૬૫૮મો વાર્ષિક ઑઇલ રેસલિંગ મહોત્સવ

ટર્કીમાં યોજાયો ૬૫૮મો વાર્ષિક ઑઇલ રેસલિંગ મહોત્સવ

શરીરે ભરપૂર તેલ ચોળીને બળિયાઓ વચ્ચે બાથંબાથી થાય એ ટર્કીની સદીઓ જૂની પરંપરા છે. પહેલવહેલી વાર ટર્કીના એડિર્ન શહેરમાં ૧૩૬૨ની સાલમાં ઑઇલ રેસલિંગની સ્પર્ધા યોજાઈ હતી. ત્યારથી લગભગ દર વર્ષે અલગ-અલગ રીતે અહીં તેલ-કુસ્તી થતી આવી છે જેને કિ‌ર્કપિનાર ઑઇલ રેસલિંગ ફેસ્ટિવલ કહેવાય છે.

આ પણ વાંચોઃ બિયરના ખાલી કૅનમાંથી કારથી લઈને પ્લેન જેવાં રમકડાં બનાવે છે આ ભાઈ

 આ સ્પર્ધા દરમ્યાન સ્પર્ધકો શરીરે લિટરલી ઓલિવ ઑઇલમાં શરીર બોળીને કુસ્તી કરવા ઊતરે છે. આ અનોખા ઉત્સવમાં આ વર્ષે ૨૩૮૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં કિશોરોથી લઈને મિડલએજ સુધીના પુરુષોનો સમાવેશ થાય છે. આ ઉત્સવમાં અંદાજે ત્રણ ટન જેટલું ઑલિવ ઑઇલ વપરાયું હતું.

hatke news offbeat news world news