ભૂતપૂર્વ સૈનિકે 495 મિનિટ સુધી પ્લૅન્ક કરી વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

26 February, 2020 07:43 AM IST  |  Chicago

ભૂતપૂર્વ સૈનિકે 495 મિનિટ સુધી પ્લૅન્ક કરી વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

નૌકાદળના ભૂતપૂર્વ સૈનિક જ્યૉર્જ હૂડ

અમેરિકાના શિકાગોના પશ્ચિમી પ્રાંતના નેપરવિલેમાં રહેતા ૬૨ વર્ષની ઉંમરના નૌકાદળના ભૂતપૂર્વ સૈનિક જ્યૉર્જ હૂડે ૮ કલાકથી વધારે સમય સુધી પ્લૅન્કિંગ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. જ્યૉર્જ હૂડે ૧૫ ફેબ્રુઆરીએ ૮ કલાક ૧૫ મિનિટ અને ૧૫ સેકન્ડ સુધી એબ્ડોમિનલ પ્લૅન્કિંગ કર્યું હતું.

જ્યૉર્જ હૂડે ૨૦૧૧માં પહેલી વખત પ્લૅન્કિંગનો ૧ કલાક ૨૦ મિનિટનો રેકૉર્ડ નોંધાવ્યો હતો, પરંતુ ૨૦૧૬માં ચીનના માઓ વેદોંગે તેમનો રેકૉર્ડ તોડ્યા બાદ જ્યૉર્જ ફરી નવો વિશ્વવિક્રમ સ્થાપવા પ્રયત્ન કરવા માંડ્યો હતો. ૧૫ ફેબ્રુઆરીએ વિશ્વવિક્રમ માટે પ્લૅન્કિંગ કરવા જ્યૉર્જ ૧૮ મહિનાથી રોજ ૭ કલાક રિયાઝ કરતો હતો. જ્યૉર્જ વ્યાયામ ક્ષેત્રે વધુ વિક્રમ સ્થાપિત કરવાના ઇરાદાથી પુશઅપ્સનો વિક્રમ પણ તોડવા ઇચ્છે છે. તે એક કલાકમાં ૨૮૦૬ પુશઅપ્સ કરવા ઇચ્છે છે.

chicago offbeat news hatke news