ટેનેસીમાં ૪૦૦૦ ચાડિયાઓ મૂકવામાં આવ્યા

14 October, 2019 08:43 AM IST  |  ટેનેસી, યૂએસ

ટેનેસીમાં ૪૦૦૦ ચાડિયાઓ મૂકવામાં આવ્યા

શહેરમાં મુકવામાં આવ્યા ચાડિયા

હેલોવીન દરમ્યાન ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડવા માટે અમેરિકાના ટેનેસી શહેરમાં ૪૦૦૦ ચાડિયાઓ મૂકવામાં આવ્યા છે. આ તમામ ચાડિયા એક જ જગ્યાએ નથી, પરંતુ શહેરમાં ઠેર-ઠેર ગોઠવવામાં આવ્યા છે. વૉલન્ટિયર્સે શહેરમાં ૪૦૦૦થી વધુ ચાડિયા ગોઠવ્યા છે અને તેમને વિશ્વાસ છે કે ૨૦૧૪માં ઇંગ્લૅન્ડના શહેર દ્વારા બનેલા ૩૮૧૨ ચાડિયાના રેકૉર્ડને તેઓ તોડી શકશે. અલબત્ત, એની ગણતરી માટે ગિનેસ દ્વારા એક વિડિયો ટીમ આખા શહેરમાં કૅમેરા લઈને ફરશે અને અનએડિટેડ વિડિયો તૈયાર કરીને સબમિટ કરશે એ પછીથી ખબર પડશે કે ટેનેસીને સૌથી વધુ ચાડિયાઓ બનાવવાના વિક્રમનું બહુમાન મળશે કે નહીં. 

hatke news offbeat news