સ્ટીવ જૉબ્સના ઑટોગ્રાફ ધરાવતું મૅગેઝિન કવર ઑક્શનમાં 12 લાખમાં વેચાયું

08 August, 2020 10:34 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

સ્ટીવ જૉબ્સના ઑટોગ્રાફ ધરાવતું મૅગેઝિન કવર ઑક્શનમાં 12 લાખમાં વેચાયું

‘ફૉર્ચ્યુન’ મૅગેઝિન

ઍપલના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ સ્ટીવ જૉબ્સની ચીજો મેળવવા લોકો કોઈ પણ રકમ ચૂકવવા તૈયાર હોય છે. હાલમાં તેમના ઑટોગ્રાફ ધરાવતા ‘ફૉર્ચ્યુન’ મૅગેઝિનના ફોટા સાથે તેના હસ્તાક્ષર ધરાવતા ૩૧ વર્ષ જૂના કવરનું ઑક્શન થયું હતું જે લગભગ ૧૨ લાખ રૂપિયામાં વેચાયું હતું. રસપ્રદ વાત એ છે કે ફક્ત મૅગેઝિનના કવરની જ લિલામી કરવામાં આવી છે. ડિસેમ્બર ૨૦૧૯માં સ્ટીવ જૉબ્સના હસ્તાક્ષરવાળી ફ્લોપી ડિસ્ક લગભગ ૬૦ લાખ રૂપિયામાં વેચાઈ હતી. 

apple offbeat news hatke news steve jobs