પાંચ બેડરૂમના એક બંગલામાં 147 પ્લગ-સૉકેટ્સ!

04 November, 2019 09:33 AM IST  |  ઈંગ્લેન્ડ

પાંચ બેડરૂમના એક બંગલામાં 147 પ્લગ-સૉકેટ્સ!

આ બંગલામાં 147 પ્લગ-સૉકેટ્સ

આમ તો રોજ હજારો ઘર વેચવાની જાહેરાત હવે સોશ્યલ મીડિયા પર મુકાતી હોય છે, પરંતુ તાજેતરમાં દક્ષિણ પૂર્વ ઇંગ્લૅન્ડમાં આવેલા મિડલસેક્સમાં પાંચ બેડરૂમનો બંગલો વેચવાની જાહેરાત ટ્વિટર પર મુકાઈ છે એ આજકાલ ચર્ચામાં છે. એમાં નોખી વાત છે બંગલામાં આવેલા પ્લગ-સૉકેટ્સની સંખ્યા. આ ઘરમાં એક બેડરૂમમાં લગભગ ૩૬ મળી કુલ પાંચ બેડરૂમમાં ૧૪૭ પ્લગ-સૉકેટ્સ છે. આટલાંબધાં પ્લગ-સૉકેટ્સનું શું કરવું હશે એ મોટો સવાલ છે. ઘરની કિંમત ૧.૩ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૧૧.૮૫ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. જાહેરખબરમાં આડેધડ લગાવવામાં આવેલાં પ્લગ-સૉકેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ એમાં મુકાયેલી તસવીરો પરથી લોકોમાં આ વિશેનું કુતૂહલ જાગ્યું છે. 

આ પણ વાંચો : પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો હજીયે સક્રિય, ફન્ડ ઉઘરાવી રહ્યા છેઃ અમેરિકા

ઉજાસવાળા અને વિશાળ પ્રવેશદ્વાર ધરાવતા અને ‘પરિવાર માટે સ્વર્ગ’ સમાન ગણાવાયેલા આ ઘરે સોશ્યલ મીડિયા પર ઘણું આશ્ચર્ય જગાવ્યું છે. મોટા ભાગના યુઝર્સે ઘરના માલિકે શું જોઈને આટલાંબધાં સૉકેટ્સ લગાવ્યાં છે એવો પ્રશ્ન કર્યો છે.

england offbeat news hatke news