104 વર્ષે જિંદગીનું પ્રથમ ઑપરેશન કરાવીને દાદ ખેતરમાં કામે લાગી ગયા

03 February, 2020 10:00 AM IST  |  Kerala

104 વર્ષે જિંદગીનું પ્રથમ ઑપરેશન કરાવીને દાદ ખેતરમાં કામે લાગી ગયા

કેરળના પલક્કડ જિલ્લામાં રહેતા ખેડૂત કિટ્ટુગામીએ ૧૦૪ વર્ષની વયે આંતરડામાં બ્લૉકેજની તકલીફને લઈને જિંદગીમાં પહેલી વાર ઑપરેશન કરાવ્યું હતું. ઑપરેશન કરાવ્યાના પાંચમા દિવસે તેઓ ફરી પાછા ખેતરમાં કામ કરવા લાગ્યા હતા. હવે તેઓ એકદમ સ્વસ્થ છે.

કિટ્ટુગામીને પેટમાં દુખાવો રહેતો હતો અને વારંવાર ઊલટી થતી હતી. તેમની બીમારી માટે તેમને કોઇમ્બતુરની લિવર અને ગૅસ્ટ્રો કૅર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ કરેલા સીટી સ્કૅનમાં તેમના આંતરડામાં ઇન્ટર્નલ હર્નિયા રિંગને કારણે બ્લૉકેજ હોવાનું જાણવા મળ્યું હતું. ઑપરેશનની રિકવરીમાં ૪૮ કલાકનો સમય લાગ્યા બાદ પાંચમા દિવસે તેમને રજા આપી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : પતિ દિવસો સુધી નાહતો નહોતો એટલે બિહારી બહૂએ છૂટાછેડા માગ્યા

કિટ્ટુગામીનું ઑપરેશન કરનાર ડૉક્ટરે જણાવ્યા મુજબ લોકલ એનેસ્થેસિયાનો ઉપયોગ કરીને માત્ર ૯૦ મિનિટમાં ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું. વય વધુ હોવાથી તેમના શરીર પર કરચલીઓ હતી જેને કારણે ઑપરેશન પછી ટાંકા લેવાને બદલે ક્લિપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

national news kerala offbeat news hatke news