પતિ દિવસો સુધી નાહતો નહોતો એટલે બિહારી બહૂએ છૂટાછેડા માગ્યા

Published: Feb 03, 2020, 09:59 IST | Bihar

બિહારના વૈશાલી જિલ્લાની ૨૦ વર્ષની યુવતી સોનીદેવીએ પતિથી છૂટાછેડા લેવાની અરજી રાજ્યના મહિલા પંચને કરી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બિહારના વૈશાલી જિલ્લાની ૨૦ વર્ષની યુવતી સોનીદેવીએ પતિથી છૂટાછેડા લેવાની અરજી રાજ્યના મહિલા પંચને કરી છે. છૂટાછેડા માગવા માટે કારણ એવું જણાવવામાં આવ્યું છે કે પતિ દસેક દિવસે માંડ નહાય છે અને દાઢી તો ક્યારેક જ કરે છે. અંગત સ્વચ્છતા જાળવતો ન હોવાથી તેના શરીરમાંથી સતત દુર્ગંધ આવે છે. ૨૩ વર્ષના પ્લમ્બર સાથે પરણીને જિંદગી બરબાદ થઈ ગઈ હોવાનું સોનીદેવીએ અરજીમાં જણાવ્યું છે. સંતાનહીન દંપતી વચ્ચે પતિ-પત્નીના સંબંધોમાં પણ નિકટતા કે ઉષ્મા ન બચી હોવાનું જણાવતાં સોનીદેવીએ લગ્ન વખતે આપેલાં ઘરેણાં પતિ પાસેથી પાછાં માગ્યાં છે. જોકે છૂટાછેડા માટે સોનીદેવીએ આપેલાં કારણોથી રાજ્યના મહિલા પંચને આશ્ચર્ય થયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK