10 વર્ષના આ કિશોરે મહાત્મા ગાંધી બનીને કોવિડ ટેસ્ટ કરાવી

01 October, 2020 07:25 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

10 વર્ષના આ કિશોરે મહાત્મા ગાંધી બનીને કોવિડ ટેસ્ટ કરાવી

કોવિડ ટેસ્ટ કરાવવા માટે આ છોકરાએ ગાંધીજીનો વેશ ધારણ કર્યો

રાજકોટમાં દસ વર્ષનો એક છોકરો ગઈ કાલે કોવિડ-૧૯ની ટેસ્ટ કરાવવા પહોંચ્યો ત્યારે તેણે ગાંધીજીનો વેશ ધારણ કરેલો. બાપુની જેમ તેણે સફેદ પોતડી અને સફેદ કાપડું ઓઢેલું, બાપુની ઓળખ સમાન ગોળ ફ્રેમવાળાં ચશ્માં અને હાથમાં લાકડી લઈને તે ટેસ્ટ માટેના સેન્ટર પર પહોંચ્યો હતો. દસ વર્ષના આ છોકરાનું કહેવું હતું કે, ‘લોકો પોતાની ટેસ્ટ કરાવતાં ડરે નહીં અને જરૂર પડે ત્યારે કોરોના-સ્ક્રીનિંગ કરાવે એવી જાગૃતિ લાવવા માટે મેં બાપુનો વેશ ધારણ કરેલો.’

gujarat mahatma gandhi offbeat news rajkot covid19 coronavirus hatke news